Orange Cap, Purple Cap Holder in IPL 2026: વૈભવ સૂર્યવંશીએ 400 રન બનાવીને ઓરેન્જ કેપનો દાવો કર્યો

IPL 2026માં ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ વધુ રસપ્રદ બની છે. વૈભવ સૂર્યવંશી 400 રન સાથે ટોચે છે, જ્યારે ભુવનેશ્વર કુમાર સૌથી વધુ વિકેટ સાથે લીડમાં છે.

| Updated on: Apr 29, 2026 | 8:09 AM
1 / 8
IPL 2026ના 40મા મેચ બાદ ઓરેન્જ કેપ માટેની સ્પર્ધામાં ફરી એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. વૈભવ સૂર્યવંશી હવે ફરી એકવાર ટોચ પર પહોંચ્યો છે. રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ કરતો આ ડાબોડી બેટ્સમેને શાનદાર પ્રદર્શન કરતાં કે એલ રાહુલ અને અભિષેક શર્માને પાછળ મૂકી નંબર-1 સ્થાન મેળવ્યું છે. (Image Credit Source : PTI)

2 / 8
વૈભવે અત્યાર સુધી 9 મેચોમાં કુલ 400 રન બનાવી લીધા છે. તેની સરેરાશ 44.44 છે અને સ્ટ્રાઈક રેટ 238થી વધુ છે, જે તેની આક્રમક બેટિંગને દર્શાવે છે. આ સીઝનમાં તેણે એક સદી અને બે અડધી સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે તેણે સૌથી વધુ 37 છગ્ગા મારીને પણ ટોચનું સ્થાન મેળવ્યું છે. (Image Credit Source : PTI)

3 / 8
ઓરેન્જ કેપની સ્પર્ધામાં બીજા ક્રમે અભિષેક શર્મા છે, જેમણે 8 મેચમાં 380 રન બનાવ્યા છે. ત્રીજા સ્થાને કે એલ રાહુલ છે, જેમણે 358 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 351 રન સાથે ચોથા ક્રમે છે, જ્યારે હેનરિક ક્લાસેન 349 રન સાથે પાંચમા સ્થાને છે. (Image Credit Source : PTI)

4 / 8
આ સિવાય પ્રભસિમરન સિંહ, શુભમન ગિલ અને સાઈ સુદર્શન પણ આ રેસમાં ટકી રહ્યા છે, જેથી આવનારા મેચોમાં સ્પર્ધા વધુ કઠિન બનવાની શક્યતા છે. (Image Credit Source : PTI)

5 / 8
બોલિંગ વિભાગમાં ભુવનેશ્વર કુમાર હાલમાં ટોચ પર છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમતા આ અનુભવી ફાસ્ટ બોલરે 8 મેચમાં 14 વિકેટ ઝડપી છે. તેની ઇકોનોમી રેટ 7.6 છે, જે T20 ક્રિકેટમાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. હાલમાં પર્પલ કેપ તેની પાસે છે. (Image Credit Source : PTI)

6 / 8
જોફ્રા આર્ચર પણ 14 વિકેટ સાથે નજીકમાં છે, પરંતુ તેણે 9 મેચ રમી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના અંશુલ કંબોજ અને સનરાઈઝર્સ હૈદરાબાદના એશાન મલિંગા એ પણ 14-14 વિકેટ લીધી છે. (Image Credit Source : PTI)

7 / 8
આ ઉપરાંત લખનૌ સુપર જાયન્ટ્સ ના પ્રિન્સ એ 13 વિકેટ મેળવી છે. સ્પિન બોલિંગમાં રવિ બિશ્નોઈ સૌથી આગળ છે, જેમણે અત્યાર સુધી 11 વિકેટ ઝડપી છે. (Image Credit Source : PTI)

8 / 8
IPL 2026માં ઓરેન્જ અને પર્પલ કેપ માટેની રેસ ખૂબ જ રોમાંચક બની રહી છે. બેટિંગમાં વૈભવ સૂર્યવંશીનો જબરદસ્ત ફોર્મ જોવા મળી રહ્યો છે, જ્યારે બોલિંગમાં ભુવનેશ્વર કુમાર પોતાની અનુભવી કળા વડે આગેવાની કરી રહ્યા છે. આવનારા મેચોમાં આ બંને યાદીઓમાં વધુ ફેરફારો જોવા મળશે, જે ચાહકો માટે ઉત્સુકતા વધારશે. (Image Credit Source : PTI)

Published On - 8:09 am, Wed, 29 April 26

Follow Us