Women’s Asia Cup Final : ભારતે શ્રીલંકાને હરાવીને 2024ની હારનો બદલો લીધો, 8મી વખત એશિયા કપ જીત્યો

Women's Asia Cup Final: મહિલા એશિયા કપની ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 72 રનથી જીતીને રેકોર્ડ 8મી વખત ટાઇટલ જીત્યું છે.ટીમ ઈન્ડિયાએ ACC પ્રમુખ અને પાકિસ્તાન સરકારના ગૃહમંત્રી મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી ન હતી.

| Updated on: Sep 14, 2026 | 7:37 AM
1 / 8
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફરી એકવાર રેકોર્ડ આઠમી વખત મહિલા એશિયા કપનો ખિતાબ જીતીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું.

2 / 8
ફાઇનલમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાને એકતરફી 72 રનથી હરાવીને 2024 ના ટાઇટલ પરાજયનો બદલો લીધો. ભારત આ ટુર્નામેન્ટના તમામ સીઝનમાં ફાઇનલમાં પહોંચ્યું છે અને 10માંથી આઠ વખત ટ્રોફી જીતી છે.

3 / 8
ટોસ જીતીને પહેલા બેટિંગ કરી ભારતે શેફાલી વર્મા અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાની વિસ્ફોટક બેટિંગના દમ પર 20 ઓવરમાં 5 વિકેટ પર 183 રન બનાવ્યા હતા. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પહેલી વિકેટ માટે 77 બોલમાં 129 રનની ઈનિગ્સ રમી હતી.

4 / 8
ભારતે 8 વખત એશિયા કપનો ખિતાબ પોતાને નામ કર્યો છે. ભારતે વનડે ફોર્મેટમાં વર્ષ 2004,2005,2006 અને 2008માં જીત્યો હતો. જ્યારે ટી20 ફોર્મેટમાં વર્ષ 2012, 2016,2022 અને 2026માં ટ્રોફી પોતાને નામ કરી છે.

5 / 8
 મોહસિન નકવીના હાથે ટ્રોફી ન લેવાના નિર્ણય પર અમોલ મજૂમદારે કહ્યું ભારત ઓફિશિયલ રીતે ચેમ્પિયન છે. અમારા માટે ટ્રોફી મળે કે ન મળે તેનાથી કોઈ ફરક પડતો નથી. ટ્રોફી ન લેવાનો નિર્ણય બીસીસીઆઈનો છે. અમે તેની સાથે છીએ. અમે ચેમ્પિયન છીએ.

6 / 8
 તમને જણાવી દઈએ કે, પુરુષ ટીમને પણ હજુ સુધી એશિયા કપની ટ્રોફી મળી નથી. આ ટ્રોફી એસીસી ઓફિસમાં રાખવામાં આવી છે. ગત્ત વર્ષે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે અસલી ટ્રોફી વગર જશ્ન મનાવ્યો હતો.

7 / 8
મહિલા T20 એશિયા કપ 2026 શરૂ થાય તે પહેલાં જ, એ સ્પષ્ટ થઈ ગયું હતું કે જો ભારતીય ટીમ ખિતાબ જીતે છે, તો તે મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં. પરિણામે, નકવીનું ફરી એકવાર જાહેરમાં અપમાન કરવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે BCCI ટ્રોફી અંગે આગળ શું પગલાં લેશે.

8 / 8
મહિલા T20 એશિયા કપ 2026માં ભારતીય મહિલા ટીમની વાત કરીએ તો. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર, ભારતી કુલમાલી, રિચા ધોષ, કમાલિની, દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, શ્રી ચરણી,ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા

Published On - 7:21 am, Mon, 14 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.