
ટી20 સીરિઝની સફર સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. ત્યારબાદ હવે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરિઝ શરુ થશે. પાંચ મેચની ODI સીરિઝની શરૂઆત ઓકલેન્ડમાં પ્રથમ મેચથી થઈ હતી. T20I કેપ્ટન શ્રેયસ ઐયરની જેમ, ODI કેપ્ટન શુભમન ગિલે પણ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.

ભારતીય કેપ્ટને આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં 4 ફાસ્ટ બોલરને ઉતાર્યા છે પરંતુ તેમાં મોહમ્મદ સિરાજ નથી. તેમને આ મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડમાં તેની 11મી વનડે સીરિઝ રમી રહી છે. આ પહેલા રમાયેલી 10 વનડે સીરિઝમાં ભારતે ફક્ત બે જ જીતી છે અને બે ડ્રો રહી છે. 6માં તે હારી ગયું છે.

ભારતે 2009માં એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ન્યૂઝીલેન્ડમાં તેની પહેલી વનડે સીરિઝ જીતી હતી. ત્યાં તેની બીજી વનડે સીરિઝ 10 વર્ષ પછી 2019માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ જીતી હતી.

IND vs NZ આજની પ્લેઈંગ 11 વિશે વાત કરીએ તો. ભારત રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનુર બ્રાર, અર્શદીપ સિંહ, આકિબ નબી

ન્યૂઝીલેન્ડટિમ સીફર્ટ, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરિલ મિશેલ, ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાયલ જેમીસન, જેકબ ડફી અને બ્લેર ટિકનર