
ભારતીય રેલવેની સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક અને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ઓન-બોર્ડ KAVACH Loco Equipment (Version 4.0)ના સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે ₹31.49 કરોડ (GST સિવાય)નો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ માહિતી કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી સત્તાવાર જાણમાં જાહેર કરી છે.

આ ઓર્ડર હેઠળ ટ્રેનોમાં કવચ ટેક્નોલોજી સંબંધિત સાધનો સ્થાપિત કરવામાં આવશે, જે ટ્રેનની સલામતી વધારવા અને અકસ્માતોની શક્યતા ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રોજેક્ટનું કામ 31 માર્ચ, 2028 સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

કંપનીએ પોતાના જાહેર ખુલાસામાં જણાવ્યું છે કે આ વ્યવહાર સંપૂર્ણપણે સામાન્ય વ્યાવસાયિક ધોરણે કરવામાં આવ્યો છે. સાથે જ પ્રમોટર અથવા પ્રમોટર ગ્રુપનો આ ઓર્ડર સાથે કોઈ હિતસંબંધ નથી અને આ વ્યવહાર સંબંધિત પક્ષ (Related Party Transaction)ની શ્રેણીમાં આવતો નથી.

ભારતીય શેરબજારમાં HBL Engineering Ltdના શેર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કંપનીનો શેર ₹739ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે માર્કેટ કેપ ₹20,470 કરોડ સુધી પહોંચી છે. તાજેતરમાં મળેલા મોટા ઓર્ડર બાદ રોકાણકારો કંપનીના આગામી વિકાસ અને બિઝનેસની સંભાવનાઓ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

કંપનીના નાણાકીય આંકડાઓ પણ મજબૂત સ્થિતિ દર્શાવે છે. ROCE 58.4 ટકા અને ROE 45.3 ટકા નોંધાયા છે, જ્યારે પ્રમોટર હોલ્ડિંગ 59.1 ટકા છે. કંપની પર માત્ર ₹66.9 કરોડનું દેવું છે, જેની સામે રિઝર્વ્સ ₹2,187 કરોડ છે. ઉપરાંત Profit Growth 201 ટકા નોંધાતા કંપનીના તાજેતરના પ્રદર્શનને લઈને બજારમાં સકારાત્મક ચર્ચા જોવા મળી રહી છે.

શેરનો 52 સપ્તાહનો ઉચ્ચતમ ભાવ ₹1,122 અને નીચો ભાવ ₹586 રહ્યો છે. હાલ શેર પોતાના હાઈથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા રોકાણકારો તેના આગામી મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. જોકે, શેરબજારમાં રોકાણ હંમેશા જોખમને આધીન હોય છે, તેથી કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલાં પોતાની રીતે સંપૂર્ણ માહિતી અને નાણાકીય સલાહ લેવી જરૂરી છે. ( નોંધ : અહીં અપવાંઆ આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)