
IPLની 19મી સીઝનના પૂર્ણ થયા પછી, મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે ફ્રાન્સ પહોંચ્યો છે. પંડ્યા આ સીઝનમાં પોતાના ખરાબ પ્રદર્શનને ભૂલીને પોતાને રિફ્રેશ કરવા માંગે છે. આ કપલના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. હાલમાં હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ મોડલ માહિકા શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર કેટલાક સુંદર ફોટો પોસ્ટ કર્યા છે. આ ફોટોમાં માહિકા સિમ્પલ લુકમાં જોવા મળી છે.

ફોટો કરતા પણ ચાહકોને વધારે હાર્દિક પંડ્યાની રોમાન્ટિક કોમેન્ટ ખુબ પસંદ આવી છે. માહિકાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, તેને હંમેશા પ્રેમને જ પસંદ કર્યો, દર વખતે ધમંડથી ઉપર, ગુસ્સાથી ઉપર અને ડરથી ઉપર

માહિકાની આ પોસ્ટના કેપ્શનમાાં હાર્દિક પંડ્યાએ રોમેન્ટિક અંદાજમાં રિએક્ટ કર્યું છે. રેડ હાર્ટ અને નજર ન લાગે તેવું ઈમોજી કોમેન્ટ કર્યું છે. હાર્દિક પંડ્યાની આ કોમેન્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. ચાહકોને આ કપલની જોડી ઓન સ્ક્રીન ખુબ પસંદ આવી રહી છે.

લાઈમલાઈટમાં આવેલી માહિકા શર્માએ ઈકોનોમિક્સમાં અને ફાઈનન્સમાં અભ્યાસ કર્યો છે. શિક્ષણ બાદ તેમણે મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યો હતો. અનેક ફેમસ મ્યુઝિક વીડિયો, ફિલ્મો અને મોટી બ્રાન્ડ સાથે જાહેરાત કરી ચૂકી છે.

એક ફોટોમાં હાર્દિક પંડ્યા માહિકા શર્મા માટે ફૂલનો મોટો બુકે લઈને જતો જોવા મળી રહ્યો છે. અન્ય ફોટોમાં માહિકા પણ આ બુકે સાથે પોઝ આપતી જોવા મળી હતી. એક ફોટોમાં હાર્દિક પંડ્યા શર્ટલેસ જોવા મળ્યો હતો.

હાર્દિક અને માહિકાએ પોતાના માટે આ પર્સનલ હેલિકોપ્ટર બુક કરાવ્યું છે અને ફરવા નીકળ્યા છે.