
ફક્ત 11 ખેલાડીઓએ ડેબ્યૂ IPL મેચમાં પહેલા જ બોલ પર સિક્સર ફટકારી છે, તેમાં પણ માત્ર પાંચ જ ભારતીય ખેલાડીઓ આ કમાલ કરી શક્યા છે. જેમાં વૈભવ સૂર્યવંશી પણ સામેલ છે. IPL કારકિર્દીની શરૂઆત છગ્ગો ફટકારી કરનાર પાંચ ભારતીય ખેલાડીઓ પર એક નજર.

15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષની ઉંમરે IPL 2025 માં પોતાની ડેબ્યૂ મેચમાં પહેલા જ બોલ પર શાનદાર સિક્સર ફટકારી IPL કરિયરની ધમાકેદાર શરૂઆત કરી હતી.

અક્ષત રઘુવંશીએ 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે IPL માં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાના IPL કારકિર્દીના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી.

સમીર રિઝવીએ 2024 માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે IPL માં ડેબ્યૂ કર્યું હતું. રિઝવીએ IPL કરિયરના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો.

સિદ્ધેશ લાડે 2019 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL માં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની IPL કારકિર્દીના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી.

અનિકેત ચૌધરી બોલર છે, પણ તેણે પોતાની IPL કારકિર્દીના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. (PC:PTI/X)