
સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 20 હાલમાં કોન્ટ્રવર્સી અને મોટા ખુલાસાનો અડ્ડો બની ગયો છે.

શોમાં ટીવી અભિનેતા કરણ વાહીની એક્સ ગર્લફ્રેન્ડ ઉદિતિ સિંહ સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે. તે પોતાના પાસ્ટ રિલેશનશીપને લઈ અનેક ચોંકાવનારા ખુલાસા પણ કરી રહી છે.

હાલના એક એપિસોડમાં ઉદિતિ કરણ વાહી સાથે પોતાના સંબંધો પર ખુલ્લીને વાત કરી છે. આ સાથે ડોગને લઈ થનારા ઝઘડાનો પણ ઉલ્લેખ કર્યો છે. જે લોકો ઉદિતિ સિંહને માત્ર કરણની એક્સ ગર્લફ્રેન્ડ તરીકે જાણે છે. તો તેમને જણાવી દઈએ કે, ઉદિતિ એક મોડલ અને ડિજિટલ કન્ટેટ ક્રિએટર પણ છે.

ઉદિતિ સિંહ ચંદીગઢની રહેવાસી છે પરંતુ અભ્યાસ માટે લંડન થોડા સમય રહી હતી. સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર ફેશન શૂટ,ગ્લેમર્સ ફોટો અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી અપડેટ આપતી રહે છે.

ઉદિતિ સિંહ વર્ષ 2023માં નેટફ્લિક્સ પર આવેલી જાને જાનમાં જોવા મળી ચૂકી છે. તેમજ હિમેશ રેશમિયાની સાથે સુરુરમાં પણ જોવા મળી હતી. આ સિવાય અભિનેત્રી 2024માં યે દિલ દિવાના અને 2025ની જસ્સી વેડ્સ જસ્સીમાં જોવા મળી હતી.

2019 માં જ્યારે કરણ વાહીએ સોશિયલ મીડિયા પર પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા ત્યારે ઉદિતિએ વ્યાપકપણે ધ્યાન ખેંચ્યું. તેમના રોમેન્ટિક ફોટા વાયરલ થયા હતા.

જોકે, 2021 ની આસપાસ તેઓ અલગ થઈ ગયા. જોકે, "બિગ બોસ 20" ના ઘરમાં ઉદિતિની સ્પષ્ટવક્તા અને નીડર અંદાજ દરેકનું ધ્યાન ખેંચી રહી છે.