
Asian Games 2026 : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપમાં મહિલા ક્રિકેટની સેમિફાઈનલ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ભારતે બાંગ્લાદેશને 114 રનથી હરાવ્યું

હવે ભારતીય ટીમનો સામનો ફાઇનલમાં શ્રીલંકા સામે થશે. ભારતીય મહિલા ટીમની નજર હવે એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ જીતવ પર છે.

શેફાલી વર્મા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા બની છે, તેણે આ સિદ્ધિમાં સ્મૃતિ મંધાનાને પાછળ છોડી દીધી છે.

શેફાલી વર્માએ શાનદાર સદી ફટકારી. તેમણે 49 બોલમાં નવ સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી. તેમણે 49 બોલમાં અણનમ 100 રન બનાવ્યા, જે તેની T20I કારકિર્દીની પ્રથમ સદી હતી. ભારતે બાંગ્લાદેશને 196 રનનો લક્ષ્યાંક આપ્યો. ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવ્યા હતા.

ભારતીય મહિલા ટીમ બાંગ્લાદેશ પર ભારે પડી હતી. માત્ર 49 રનમાં બાંગ્લાદેશે પાંચ વિકેટ ગુમાવી દીધી છે, એટલે કે તેની અડધી ટીમ પેવેલિયનમાં તરફ વળી હતી.

ભારતની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, ભારતી ફુલમાલી, હરમનપ્રીત કૌર,રિચા ધોષ, ગુનાલન કમલિની ,દીપ્તિ શર્મા, શ્રેયંકા પાટિલ,શ્રી ચરણી,નંદની શર્મા અને ક્રાંતિ ગૌડ

તમને જણાવી દઈએ કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. નંદની શર્માએ 3, શ્રી ચરણી 2, દીપ્તી શર્મા 3, શ્રેયાંકા પાટિલ 1 અને ક્રાંતિ ગૌડાએ 1 વિકેટ લીધી હતી.

ભારતીય મહિલા બેટ્સમેનની વાત કરીએ તો. સ્મૃતિ મંધાના 19 બોલમાં 37 રન, જ્યારે શેફાલી વર્માએ 49 બોલમાં 100 રન , હરમનપ્રીત કૌરે 33 બોલમાં 40 રન, રિચા ધોષે 4 બોલમાં 2 રન ભારતી ફુલમાળીએ 5 બોલમાં 9 રન જ્યારે ગુનાલન કમલિનીએ 10 બોલમાં 3 રન બનાવ્યા હતા.

એશિયન ગેમ્સ 2026ના કવાર્ટર ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ટીમે જાપાનની મહિલા ક્રિકેટ ટીમને 8 વિકેટથી હરાવી હતી. આ સાથે ભારતીય ટીમે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતુ. આ મેચમાં જાપાનની ટીમ માત્ર 57 રનમાં ઓલઆઉટ થઈ હતી.

2026 એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટ મેચની બીજી સેમિફાઇનલ ભારતીય મહિલા ટીમ અને બાંગ્લાદેશ મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. વિજેતા ટીમ ગોલ્ડ મેડલ મેચ માટે ક્વોલિફાયકર્યું છે,
Published On - 1:20 pm, Sun, 20 September 26