
એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ મેચમાં સ્મૃતિ મંધાનાનું બેટ શાનદાર ચાલ્યું હતુ. સ્મૃતિ મંધાનાએ તાબડતોડ બેટિંગ કરી 45 બોલમાં 79 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાના બેટમાંથી 12 બાઉન્ડ્રી નીકળી જેમાં 7 સિક્સ ફટકારી હતી.

સ્મૃતિ મંધાના ફાઈનલ મેચમાં અલગ જ મૂડમાં જોવા મળી હતી. તેમણે મેદાન પર આવતા જ મોટા શોર્ટ રમ્યા હતા. સ્મૃતિ મંધાના એશિયન ગેમ્સની ફાઈનલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ પણ 48 રન બનાવ્યા હતા. રિચા ઘોષે 22 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા.

સ્મૃતિ મંધાના એશિયા કપ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ હતી. તેમણે મિતાલી રાજને પાછળ છોડી દીધી હતી, જેમણે 10,868 રન બનાવ્યા હતા. મંધાના હવે 11,000 રન પર પહોંચી ગઈ છે.

સ્મૃતિ મંધાનાએ ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. મહિલા ટેસ્ટમાં 52.53ની સરેરાશથી 788 રન બનાવ્યા છે. વનડેમાં 120 મેચોમાં 5,411 રન બનાવ્યા છે. તેમણે ટી20 માં પણ 4,800 થી વધુ રન બનાવ્યા છે.

એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં પણ સ્મૃતિ મંધાનાએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરુઆત અપાવી હતી.

આ ખેલાડીએ આવતા જ 3 સિક્સ ફટકારી હતી. તેમણે પાવરપ્લેમાં ભારતનો સ્કોર 67 રન સુધી પહોંચાડ્યો હતો. સ્મૃતિ મંધાનાએ 30 બોલમાં અડધી સદી પુરી કરી હતી.

એશિયન ગેમ્સ 2026ની મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલમાં શ્રીલંકા સામે જીત માટે 217 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 100 રનનો આંકડો પણ પૂર્ણ કરી શકી નહી. ભારતે શ્રીલંકાને 147 રનથી હાર આપી હતી.