Breaking News : મોટા ઓર્ડરે બદલ્યો માહોલ, હવે રોકાણકારોની નજર આ શેર પર

મોટા પ્રોજેક્ટની મંજૂરી અને મજબૂત નાણાકીય સ્થિતિને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની આ કંપની રોકાણકારોનું ધ્યાન ખેંચી રહી છે. નવા ઓર્ડર અને આકર્ષક વેલ્યુએશનના કારણે આગામી સમયમાં શેરની ચાલ પર બજારની ખાસ નજર રહેશે.

| Updated on: Jun 14, 2026 | 10:24 AM
1 / 6
અશોકા બિલ્ડકોન લિમિટેડને છત્તીસગઢ સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (CSIDC) તરફથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે લેટર ઓફ એક્સેપ્ટન્સ (LOA) પ્રાપ્ત થયું છે. કંપની રાયપુર ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કના વિકાસનું કામ કરશે. આ પ્રોજેક્ટમાં અશોકા બિલ્ડકોન સંયુક્ત સાહસ (Joint Venture)માં લીડ પાર્ટનર તરીકે 51 ટકા હિસ્સેદારી ધરાવે છે.

2 / 6
આ પ્રોજેક્ટ રાયપુરના 38,922 ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. કંપનીએ આ પ્રોજેક્ટ માટે રૂ. 112.40 કરોડનું પ્રીમિયમ ચૂકવવાનું સ્વીકાર્યું છે. પ્રોજેક્ટનો લીઝ સમયગાળો 30 વર્ષનો રહેશે, જેને આગળ વધારીને 90 વર્ષ સુધી લંબાવી શકાય છે. ઉપરાંત, નિર્માણ કાર્ય પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.

3 / 6
કંપની માટે આ ઓર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહ્યો છે. જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવનારો આ પાર્ક પ્રદેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. કંપનીએ શેરબજારને આપેલી જાણકારીમાં સ્પષ્ટ કર્યું છે કે આ કરાર સંબંધિત પક્ષ વ્યવહાર (Related Party Transaction) હેઠળ આવતો નથી અને ઓર્ડર આપનાર સંસ્થામાં પ્રમોટર ગ્રૂપનો કોઈ હિત નથી.

4 / 6
અશોકા બિલ્ડકોન લિમિટેડ (Ashoka Buildcon Ltd)ના શેરમાં તાજેતરમાં સારી તેજી જોવા મળી છે અને કંપનીનો શેર ભાવ રૂ. 123ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 3,455 કરોડ છે, જ્યારે સ્ટોકનો P/E રેશિયો માત્ર 4.29 છે, જે ઇન્ડસ્ટ્રીના સરેરાશ P/E 16.9 કરતાં ઘણો ઓછો છે. આ દર્શાવે છે કે શેર હાલમાં વેલ્યુએશનના દૃષ્ટિકોણથી રોકાણકારો માટે આકર્ષક બની શકે છે.

5 / 6
કંપનીના ફંડામેન્ટલ્સ પર નજર કરીએ તો ROCE 26.5 ટકા અને ROE 15.3 ટકા છે, જે મેનેજમેન્ટની કાર્યક્ષમતા દર્શાવે છે. કંપનીની બુક વેલ્યુ રૂ. 234 છે, જ્યારે વર્તમાન શેર ભાવ તેના કરતાં ઘણો ઓછો છે. પ્રમોટર્સ પાસે 54.5 ટકા હિસ્સેદારી છે, જે કંપનીમાં તેમના વિશ્વાસને દર્શાવે છે. જોકે કંપની પર રૂ. 1,608 કરોડનું દેવું પણ છે, જેને રોકાણકારોએ ધ્યાનમાં લેવું જરૂરી છે.

6 / 6
તાજેતરમાં કંપનીને છત્તીસગઢમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કના વિકાસ માટે રૂ. 112.40 કરોડના પ્રોજેક્ટની મંજૂરી મળી છે, જે ભવિષ્યમાં કંપનીના ઓર્ડર બુક અને આવકમાં વધારો કરી શકે છે. ઓછા P/E, મજબૂત રિટર્ન રેશિયો અને નવા પ્રોજેક્ટ્સને કારણે અશોકા બિલ્ડકોનનો શેર રોકાણકારોની નજરમાં આવ્યો છે. જોકે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. ( નોંધ : અહીં અપવાંઆ આવેલી માહિતી ફક્ત અપનીં જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

Follow Us