
સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર 13 મેચ સુધી બહાર બેઠો હતો. ત્યારબાદ આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયનટ્સ માટે ડેબ્યું કર્યું છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ લીગ સ્ટેજની છેલ્લી મેચમાં અર્જુન તેંડુલકરને રમવાની તક મળી છે. અર્જુન આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ભાગ હતો પરંતુ તેને રમવાની તક ખુબ ઓછી મળતી.

અર્જુન તેંડુલકરની ઉંમર 26 વર્ષની છે. તેનું સંપુર્ણ ફોક્સ ક્રિકેટ પર છે. સચિનની જેમ તેનો દીકરો અર્જુન તેંડુલકર પણ કરોડો રુપિયાનો માલિક છે. તો ચાલો આજે આપણે લખનૌ સુપર જાયન્ટસના ખેલાડીની નેટવર્થ વિશે જાણીએ.

અર્જુન તેંડુલકરની કુલ સંપત્તિ કેટલી છે? તો અર્જુનનું આખું ફોક્સ ક્રિકેટ પર છે. તે ગોવા માટે ઘરેલું ક્રિકેટ રમે છે. આઈપીએલમાં તે લખનૌ સુપર જાયન્ટસ સાથે છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ અર્જુનની કુલ નેટવર્થ 22 કરોડ રુપિયા છે.

અર્જુન તેંડુલકર 2021માં મુંબઈ ટીમનો ભાગ હતો. તેને 20 લાખ રુપિયામાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો હતો. તે 2022 થી લઈ 2025 સુધી 30 લાખ રુપિયા સાથે ટીમમાં જોડાયો છે. 2026માં અર્જુન તેંડુલકર 30 લાખ રુપિયામાં લખનૌ સુપર જાયન્ટસ સાથે જોડાયેલો છે. અર્જુન આઈપીએલમાંથી 1.4 કરોડ રુપિયા કમાય ચૂક્યો છે.

અર્જુન તેંડુલકર ઘરેલું ક્રિકેટમાં ગોવા માટે રમે છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી,વિજય હજારે ટ્રોફી અને રણજી ટ્રોફીમાં ગોવાનું પ્રતિનિધ્તવ કરી ચૂક્યો છે. અહી તેને વર્ષના અંદાજે 10 લાખ રુપિયા મળતા હતા.

અર્જુન તેંડુલકરે તાજેતરમાં જ તેનીમિત્ર સાનિયા ચાંડોક સાથે લગ્ન કર્યા છે. અર્જુન તેના પિતા સચિન તેંડુલકર સાથે મુંબઈમાં 6,000 ચોરસ ફૂટના આલીશાન બંગલામાં રહે છે. (ALL photo : PTI)