
ફેમસ મ્યુઝિક કંપોઝર અનિરુદ્ધ રવિચંદર અને આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ કાવ્યા મારનના લગ્નની ચર્ચા ખુબ લાંબા સમયથી ચાલી રહી છે. હવે બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંને ગ્રીસમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે.

ગ્રીસમાં માત્ર નજીકના લોકો જ સામેલ થવાની જાણકારી છે. અભિનેતા રજનીકાંત અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પણ ગ્રીસમાં બંનેના લગ્ન માટે પહોચ્યા છે.

એવી જાણકારી છે કે, અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન 11 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાશે. ગ્રીસમાં બંનેના વેડિંગમાં માત્ર પરિવારના તેમજ નજીકના લોકો સામેલ થશે.

21 નવેમ્બરના રોજ અનિરુદ્ધ અને કાવ્યા ચેન્નાઈમાં વેડિંગ રિસેપ્શન પણ રાખશે. કહેવામાં આવી રહ્યું છે કે, રિસેપ્શન ખુબ ગ્રાન્ડ થવાનું છે. જેમાં અનેક મોટી હસ્તીઓ મનોરંજન, રાજકારણ, ક્રિકેટના લોકો સામેલ થશે.

કાવ્યા પોતે ખુબ પૈસાદાર છે, તેની કુલ સંપત્તિ આશરે 410 કરોડ છે. અનિરુદ્ધે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના સંગીત નિર્દેશન દ્વારા નોંધપાત્ર સફળતા મેળવી છે અને હાલમાં તે સાઉથનો સૌથી ફેમસ સંગીત નિર્દેશકોમાંનો એક છે.

આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદના સીઈઓ અને એક ઉદ્યોગપતિ કાવ્યા મારન લગ્ન કરી રહી છે. આઈપીએલ મેચો દરમિયાન તેના દેખાવ પછી તે રાતોરાત ફેમસ થઈ હતી. તે સન પિક્ચર્સના માલિક કલાનિધિ મારનની પુત્રી છે.

અનિરુદ્ધ રવિચંદર હૈદરાબાદના એક શ્રીમંત પરિવારમાંથી આવે છે. તે અભિનેતા રવિ રાઘવેન્દ્ર અને શાસ્ત્રીય નૃત્યાંગના લક્ષ્મીનો પુત્ર છે. તેના દાદા ફિલ્મ નિર્માતા કે. સુબ્રમણ્યમ છે.

રજનીકાંત સાથે વ્યવસાયિક રીતે કામ કરવા ઉપરાંત, તેનો તેમની સાથે પારિવારિક સંબંધ પણ છે. અનિરુદ્ધની માસી, લતાના લગ્ન 'થલાઈવા' (રજનીકાંત) સાથે થયા છે. (ALL Photo: PTI)