આવતીકાલે શેરબજારમાં આવશે તોફાની તેજી ? બજેટ પહેલા PM મોદીએ આપી મોટી હિન્ટ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે બજેટ રજૂ કરશે. જોકે બજેટ રજૂ થતા પહેલા પીએમ મોદીએ મોટી વાત કરી છે જે બાદ આવતીકાલે માર્કેટ અપ પર રહેવાના સંકેત મળી રહ્યા છે.
1 / 5
દર વખતે બજેટની રજૂઆત સાથે, એવું જોવા મળે છે કે શેરબજારના મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, ક્યારેક ખૂબ જ ઝડપથી વધવા લાગે છે અથવા ઝડપથી ઘટવા લાગે છે. આ ઉતાર-ચઢાવ શરૂઆતથી અંત સુધી વધતા અને ઘટતા રહે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તમામની નજર શેરબજાર પર છે, જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. જોકે બજેટ રજૂ થતા પહેલા પીએમ મોદીએ મોટી વાત કરી છે જે બાદ આવતીકાલે માર્કેટ અપ પર રહેવાના સંકેત મળી રહ્યા છે.
2 / 5
પીએમએ મોદીએ બજેટ પહેલા મોટા સંકેત આપ્યા છે. પીએમ એ આ દરમિયાન કહ્યું હતુ કે બજેટ સત્ર એ આપણી લોકશાહીની ભવ્ય યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ બજેટ અમૃતકાલનું મહત્વનું બજેટ છે.
3 / 5
પીએમએ કહ્યું કે સરકારનું બજેટ આગામી પાંચ વર્ષની દિશા નક્કી કરશે અને વિકસિત ભારતનો મજબૂત પાયો નાખશે. તેમણે કહ્યું કે 60 વર્ષ બાદ ત્રીજી વખત સરકાર સત્તામાં આવી છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા આપવામાં આવેલી ગેરંટી પૂરી કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.
4 / 5
પીએમએ બજેટ પહેલા જ હીન્ટ આપી છે કે બજેટમાં શું જોવા મળી શકે છે આ માટે પીએમએ કહ્યું કે આ બજેટમાં દેશની વિકાસ પર ફોકસ રહેશે. જેમાં રોજગાર, અર્થવ્યવસ્થા, આર્થિક સ્થિતિ આ તમામ મોટા મુદ્દાઓ પર વધુ ફોકસ કરવામાં આવશે.
5 / 5
પીએમએ આ સાથે બજેટ પહેલા જ હીન્ટ આપી છે કે દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર, ટુરિઝમ પર આ બજેટમાં વધારે ફોકસ કરવામાં આવશે ત્યારે પીએમની આ વાતથી અને આપેલી હિન્ટથી આવતીકાલે માર્કેટ અપ જવાના સંકેત મળી રહ્યા છે.
Published On - 12:45 pm, Mon, 22 July 24