
કંપનીનું માર્કેટ કેપ રૂ. 10,815 કરોડ છે. બુધવારના ટ્રેડિંગ સત્રમાં, કંપનીનો શેર 2% વધીને રૂ. 490 ના સ્તરે પહોંચ્યો પરંતુ બજાર બંધ થયા પછી શેર 0.11% ના નાના ઘટાડા સાથે રૂ. 476 ના સ્તરે બંધ થયો.

આ કંપનીના શેરે છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને 1126% નું રિટર્ન આપ્યું છે. આમ તે લોન્ગ ટર્મના રોકાણકારો માટે એક સારો શેર સાબિત થયો છે, જ્યારે છેલ્લા 3 વર્ષમાં શેરના ભાવમાં 306% નો વધારો જોવા મળ્યો છે.

ટાઈમ ટેક્નોપ્લાસ્ટ કંપનીના શેરના ટૂંકા ગાળાના પ્રદર્શન વિશે વાત કરીએ તો, છેલ્લા 6 મહિનામાં શેરના ભાવમાં 33% નો વધારો જોવા મળ્યો છે, જ્યારે શેરે છેલ્લા 3 મહિનામાં 8% અને 1 મહિનામાં 3% રિટર્ન આપ્યું છે.