પરણિત યુગલો માટે LICની ડબલ ધમાકા ઓફર, એક જ પોલિસીમાં પતિ-પત્ની બંનેને મળશે લાભ- જાણો વિગતો

લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) દ્વારા ખાસ પરિણીત યુગલો માટે 'ન્યૂ જીવન સાથી' નામની બે નવી સંયુક્ત જીવન વીમા યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં ફિક્સ અને સુરક્ષિત વળતર મળશે.

| Updated on: May 27, 2026 | 3:50 PM
1 / 6
પોતાના પરિવારના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માંગતા પરિણીત યુગલો માટે ભારતીય જીવન વીમા નિગમ એક શાનદાર ભેટ લઈને આવ્યું છે. એલઆઈસી દ્વારા ખાસ કપલ્સ માટે બે નવી જોઇન્ટ લાઇફ ઇન્સ્યોરન્સ સેવિંગ્સ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે - 'LIC ન્યૂ જીવન સાથી સિંગલ પ્રીમિયમ' અને 'LIC ન્યૂ જીવન સાથી લિમિટેડ પ્રીમિયમ'.

2 / 6
આ યોજનાઓ એવા પરિવારો માટે બેસ્ટ ઓપ્શન છે જેઓ એક જ પોલિસી હેઠળ પતિ અને પત્ની બંને માટે આર્થિક સુરક્ષા અને લાંબા ગાળાની બચત ઈચ્છે છે. આ બંને પ્લાન 'નોન-પાર' (ભાગ ન લેનાર) અને 'નોન-લિંક્ડ' છે, એટલે કે તેને શેરબજારના ઉતાર-ચઢાવ સાથે કોઈ લેવાદેવા નથી અને તેનું રિટર્ન પહેલાથી જ નક્કી હોય છે. આવો વિગતવાર સમજીએ આ બંને પ્લાનની ખાસિયતો અને શરતો.

3 / 6
LIC ન્યૂ જીવન સાથી (સિંગલ પ્રીમિયમ): આ એક 'વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ' પ્લાન છે, જેમાં તમારે વારંવાર પ્રીમિયમ ભરવાની માથાકૂટ રહેશે નહીં. ફક્ત એક જ વાર પૈસા જમા કરાવવાના રહેશે. જોઇન્ટ લાઇફ કવર: એક જ પ્રીમિયમમાં પતિ-પત્ની બંનેને વીમા કવચ મળે છે. ગેરેંટીડ વધારો: પોલિસીના સમયગાળા દરમિયાન દર 1,000 રૂપિયાની મૂળ વીમા રકમ (સમ એશ્યોર્ડ) પર 70 રૂપિયાનો ગેરેંટીડ વધારો સરકારી નિયમ મુજબ ઉમેરાતો જશે. ડેથ બેનિફિટના 2 ઓપ્શન: જો કોઈ અણધારી ઘટના બને, તો નોમિનીને સિંગલ પ્રીમિયમના 1.25 ગણા અથવા 10 ગણા પૈસા મળવાનો ઓપ્શન રોકાણ કરતી વખતે જ પસંદ કરી શકાય છે.

4 / 6
LIC ન્યૂ જીવન સાથી (લિમિટેડ પ્રીમિયમ): આ પ્લાનમાં તમારે આખી પોલિસી દરમિયાન નહીં, પરંતુ માત્ર નક્કી કરેલા મર્યાદિત વર્ષો (જેમ કે 5, 10 કે 15 વર્ષ) માટે જ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. પ્રીમિયમ માફીની સુવિધા: જો પ્રીમિયમ ભરવાના ગાળા દરમિયાન બેમાંથી કોઈ એક ભાગીદારનું (પાર્ટનર) અવસાન થાય, તો ભવિષ્યના તમામ પ્રીમિયમ માફ કરી દેવામાં આવે છે અને પોલિસી ચાલુ રહે છે. ગેરેંટીડ એડિશનલ રકમ: વાર્ષિક પ્રીમિયમના 7 ટકા જેટલી રકમ ગેરેંટીડ એડિશનલ તરીકે પોલિસીની મુદત દરમિયાન સતત ઉમેરાતી રહેશે. ડેથ બેનિફિટના 2 ઓપ્શન: આમાં વાર્ષિક પ્રીમિયમના 7 ગણા અથવા સિંગલ પ્રીમિયમના 10 ગણા વળતરનો વિકલ્પ મળે છે.

5 / 6
મહત્વની નિયમો અને શરતો (બંને યોજનાઓ માટે): લઘુત્તમ વીમા રકમ: ઓછામાં ઓછો 3,00,000 રૂપિયાનો વીમો (સમ એશ્યોર્ડ) લેવો ફરજિયાત છે, જ્યારે મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી. પોલિસીની મુદત: તમે 10, 15, 20 અથવા 25 વર્ષ માટે આ પોલિસી લઈ શકો છો. પાકતી મુદતની ઉંમર: મેચ્યોરિટી સમયે ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષ અને મહત્તમ 60 થી 75 વર્ષની હોવી જોઈએ. હપ્તાની સુવિધા: પોલિસી પાકે ત્યારે અથવા મૃત્યુના કિસ્સામાં મળતી રકમ તમે એકસાથે લેવાના બદલે દર મહિને (ઓછામાં ઓછા 5,૦૦૦), ત્રિમાસિક (15,000), અર્ધવાર્ષિક (25,000) કે વાર્ષિક (50,000) ના હપ્તામાં પણ મેળવી શકો છો.

6 / 6
જે લોકો શેરબજારના જોખમોથી દૂર રહીને પોતાના પરિવાર માટે એક ફિક્સ, સુરક્ષિત અને ગેરેંટીડ રિટર્ન ઈચ્છે છે તેમના માટે એલઆઈસીના આ પ્લાન ઉત્તમ છે. આમાં જરૂરિયાતના સમયે લોન લેવાની અને વધારાનું પ્રીમિયમ ભરીને રાઈડર્સ (વધારાનું કવરેજ) જોડવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Follow Us