
ડેવિડ મિલર વર્ષ 2010 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. મિલરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 7 હજારથી વધુ રન બનાવ્યા છે. જો કે, મિલરનું '2024 T20 વર્લ્ડ કપ' જીતવાનું સપનું અધૂરું રહ્યું હતું. એવામાં તે વર્ષ 2026માં પોતાના દેશ માટે વર્લ્ડ કપ જીતવાનો છેલ્લો પ્રયાસ કરી શકે છે.

ગયા વર્ષે અફઘાનિસ્તાનના અનુભવી ખેલાડી મોહમ્મદ નબીએ કહ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફી 50 ઓવરના ફોર્મેટમાં તેની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે. નબીએ વધુમાં કહ્યું કે, ત્યારબાદ તે કદાચ વધુ એક વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. હવે આ નિવેદનના આધારે, નબી છેલ્લી વખત T20 વર્લ્ડ કપ 2026 માં અફઘાનિસ્તાનની જર્સીમાં જોવા મળી શકે છે.

અજિંક્ય રહાણે જુલાઈ 2023 પછી ભારતીય ટીમ માટે કોઈ મેચ રમ્યો નથી. રહાણે ભારતીય ટેસ્ટ ટીમમાં ઘણો એક્ટિવ છે પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી તેને ટેસ્ટમાં સ્થાન મળી રહ્યું નથી. ટૂંકમાં કહીએ તો, તે IPL માં કોલકાતા તરફથી રમતો જોવા મળશે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું કમબેક હવે મુશ્કેલ લાગી રહ્યું છે. આનું મુખ્ય કારણ એ જ છે કે, ગૌતમ ગંભીરની આગેવાની હેઠળનું મેનેજમેન્ટ યુવાનોને વધુ તક આપી રહ્યું છે.