એક શેર પર ₹48 કમાવવાનો મોકો… 30% ના ઘટાડા બાદ આ સ્ટોકે આપી મોટી ભેટ, શું તમે આ તક ઝડપી લેશો?

શેરબજારમાં અત્યારે ભારે ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ઘણા દિગ્ગજ સ્ટોક્સ પણ ધોવાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં એક જાણીતી ફાર્મા કંપનીએ પોતાના રોકાણકારોને ખુશખબરી આપી છે.

| Updated on: Apr 03, 2026 | 5:28 PM
1 / 5
ફાર્મા સેક્ટરની કંપનીના શેરધારકોને પ્રતિ શેર 48 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ મળવા જઈ રહ્યું છે. આ માટેની રેકોર્ડ ડેટ 22 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી જે રોકાણકારોના નામ કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ અથવા ડિપોઝિટરીઝના રેકોર્ડમાં હશે, તેઓ જ આ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર ગણાશે.

2 / 5
કંપની જાન્યુઆરીથી ડિસેમ્બરનું નાણાકીય વર્ષ અનુસરે છે, જે મુજબ આ ફાઈનલ ડિવિડન્ડ ડિસેમ્બર 2025માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે આપવામાં આવશે. આ ડિવિડન્ડની જાહેરાત ફેબ્રુઆરી 2026માં કરવામાં આવી હતી. આ અગાઉ કંપનીએ પ્રતિ શેર 75 રૂપિયાનું વચગાળાનું (Interim) ડિવિડન્ડ આપ્યું હતું. ફાર્મા સેક્ટરની કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને હાલમાં BSE પર શેરની કિંમત 3,265 રૂપિયાની આસપાસ છે. કંપનીનું માર્કેટ કેપ અંદાજે 7,500 કરોડ રૂપિયા છે.

3 / 5
શેરના દેખાવની વાત કરીએ તો, છેલ્લા 6 મહિનામાં તેમાં 30% નો ઘટાડો થયો છે. આ સિવાય છેલ્લા 3 મહિનામાં 21% અને એક મહિનામાં 15% જેટલો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર 2025ના અંત સુધીમાં કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 60.40% હતો. આ કંપની BSE 1000 ઇન્ડેક્સનો ભાગ છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2025ના ત્રિમાસિક ગાળામાં કંપનીની સ્ટેન્ડઅલોન આવક 419.80 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 61.70 કરોડ રૂપિયા રહ્યો હતો.

4 / 5
નાણાકીય વર્ષ 2025માં સનોફી ઇન્ડિયાની કુલ સ્ટેન્ડઅલોન આવક 1,837.40 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 326.70 કરોડ રૂપિયા નોંધાયો હતો. બોનસ શેર વિશે વાત કરીએ તો, કંપનીએ વર્ષ 1994માં બોનસ શેર આપ્યા હતા, જેમાં શેરધારકોને દરેક 1 શેર દીઠ 1 નવો બોનસ શેર મળ્યો હતો.

5 / 5
શેરબજારના વિશ્લેષકોના મતે, આ સ્ટોક આગામી એક વર્ષમાં મોટી રિકવરી બતાવી શકે તેમ છે. હાલમાં આ શેર 3,265 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે પરંતુ નિષ્ણાતોનો અંદાજ છે કે, તે સરેરાશ 46.44% ના ઉછાળા સાથે 4,781.25 રૂપિયા સુધી પહોંચી શકે છે. જો બજારની સ્થિતિ ખૂબ જ પોઝિટિવ રહેશે, તો આ ભાવ 5,550 રૂપિયાના મહત્તમ લક્ષ્યાંકને પણ સ્પર્શી શકે છે, જે હાલના ભાવથી લગભગ 70% જેટલો નફો દર્શાવે છે. જો કે, નીચામાં નીચો અંદાજ પણ 4,288 રૂપિયા રાખવામાં આવ્યો છે. એવામાં લાંબાગાળે આ સ્ટોકમાં તેજી આવવાની પૂરેપૂરી શક્યતા છે.

Follow Us