Breaking News: લોકડાઉનની તૈયારીઓ શરૂ! દુનિયાના 5 મોટા દેશમાં પેટ્રોલ-ડીઝલ ખૂટ્યા, શું ભારત સુરક્ષિત છે?

વિશ્વભરમાં અત્યારે ઈંધણની અછતને કારણે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આપણા પાડોશી દેશોમાં પેટ્રોલ-ડીઝલની અછતને લીધે સામાન્ય જનજીવન પર મોટી અસર પડી છે. ક્યાંક શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી છે, તો ક્યાંક ઓફિસોમાં વર્ક-ફ્રોમ-હોમ લાગુ કરાયું છે.

| Updated on: Mar 29, 2026 | 6:16 PM
1 / 6
શ્રીલંકા: BBCના રિપોર્ટ મુજબ, ફ્યુઅલ ક્રાઈસિસ (ઈંધણ સંકટ)ને કારણે શ્રીલંકાએ દર બુધવારે જાહેર રજા જાહેર કરી દીધી છે. શાળા, કોલેજ અને ઓફિસોમાં અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કામ થઈ શકશે. જો કે, તેની અસર આરોગ્ય અને ઇમિગ્રેશન ઓથોરિટી જેવી આવશ્યક સેવાઓ પૂરી પાડતી સરકારી સંસ્થાઓ પર નહીં પડે. આટલું જ નહીં, ગાડી એક સમયે માત્ર 15 લિટર અને બાઇક-સ્કૂટીમાં 5 લિટર જ તેલ પુરાવી શકાશે. એક રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, જો સ્થિતિ નહીં સુધરે તો દેશમાં 'એનર્જી લોકડાઉન' પર વિચાર કરવામાં આવી શકે છે.

2 / 6
મ્યાનમાર: રોઇટર્સના રિપોર્ટ મુજબ, મ્યાનમારમાં ઈંધણ સંકટને કારણે વાહનો માટે 'એકી-બેકી' (Even-Odd) નિયમ લાગુ કરવામાં આવ્યો છે. લાયસન્સિંગ સ્કીમ હેઠળ 0, 2, 4, 6, 8 થી શરૂ થતી નંબર પ્લેટવાળી ગાડીઓ બેકી તારીખે ચાલશે. બીજીબાજુ 1, 3, 5, 7 અને 9 નંબર પ્લેટવાળી ગાડીઓ એકી તારીખે ચાલશે. અધિકારીઓનું કહેવું છે કે, મ્યાનમાર સરકાર લોકડાઉન પર વિચાર કરી રહી છે.

3 / 6
પાકિસ્તાન: શાહબાઝ શરીફ સરકારે ઈંધણ સંકટને કારણે શાળાઓને 2 અઠવાડિયા માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. સાથે જ કર્મચારીઓ માટે વર્ક-ફ્રોમ-હોમ (WFH) અનિવાર્ય કરી દીધું છે. સિંધના લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટર નાસિર હુસૈન શાહે કહ્યું કે, ઈંધણ બચાવવાના ઉપાય તરીકે સરકાર 'સ્માર્ટ લોકડાઉન' લાગુ કરે, તેવી શક્યતા છે.

4 / 6
બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં પણ સ્થિતિ ખરાબ થઈ રહી છે. દેશમાં પેટ્રોલની કિંમત 300 ટકા (Taka) પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પેટ્રોલ પંપ પર ઈંધણ પુરાવી રહ્યા છે. ઘણા પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે. વીજળીના ભારે કાપની શરૂઆત થઈ ગઈ છે. શાળાઓમાં રમઝાનથી જ રજાઓ આપી દેવામાં આવી છે.

5 / 6
વિયેતનામ: વિયેતનામમાં ઈંધણના ભાવમાં 50-60%નો વધારો થયો છે, જેના કારણે દેશના એવિએશન સેક્ટરે એપ્રિલથી ફ્લાઈટ્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે. તમામ ઓફિસોમાં વર્ક-ફ્રોમ-હોમ કરી દેવામાં આવ્યું છે. બિનજરૂરી પ્રવાસો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, જો સ્થિતિ નહીં સુધરે તો 'લોકડાઉન' લાદવા પર વિચાર થઈ શકે છે.

6 / 6
ભારત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કરી દીધું કે, દેશમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. આપણે એક ટીમની જેમ કામ કરવું પડશે અને કોવિડ-19ની જેમ આ મુસીબતનો સામનો કરવો પડશે. તેમણે મુખ્યમંત્રીઓને કહ્યું કે, પેટ્રોલ-ડીઝલ અને LPG ગેસની પૂરતી ઉપલબ્ધતા છે, બસ સંગ્રહખોરો પર નજર રાખો.

Follow Us