મોંઘવારીને આપો માત! LIC મ્યુચ્યુઅલ ફંડની 4 સુરક્ષિત સ્કીમ, જ્યાં પૈસા પણ ‘સેફ’ અને રિટર્ન પણ ‘દમદાર’

ભારતમાં જ્યારે પણ સુરક્ષિત રોકાણની વાત આવે ત્યારે લોકો આંખો બંધ કરીને LIC અને બેંક FD પર ભરોસો કરતા હોય છે. આ બધા વચ્ચે શું તમે જાણો છો કે, આજની વધતી મોંઘવારીમાં માત્ર બેંક FD પર નિર્ભર રહેવાથી તમારી બચતની ખરી કિંમત ધીમે ધીમે ઘટી રહી છે? જો તમે બેંક FD જેટલી જ સંપૂર્ણ સુરક્ષા સાથે FD કરતાં વધુ રિટર્ન મેળવવા માગતા હોવ, તો LIC મ્યુચ્યુઅલ ફંડની આ 4 ખાસ 'Low Risk Schemes' તમારા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

| Updated on: Aug 31, 2026 | 2:28 PM
1 / 7
ભારતીય રોકાણકારો માટે 'સુરક્ષા' અને 'LIC' લગભગ એકબીજાના સમાનાર્થી છે. એવામાં જ્યારે પણ મહેનતની કમાણી રોકાણ કરવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો કોઈ પણ જોખમ વગર ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે બેંક FD નો રસ્તો પસંદ કરે છે. જો કે, વધતી મોંઘવારીના આ સમયમાં માત્ર FD ના ભરોસે બેસી રહેવું તમારી બચતની અસલી વેલ્યુને ઓછી કરી શકે છે.

2 / 7
જો તમે ઇચ્છતા હોવ કે તમારું નાણું સુરક્ષિત પણ રહે અને તેના પર FD કરતાં 1.5% થી 3% સુધી વધુ રિટર્ન પણ મળે, તો LIC Mutual Fund ની Low Risk Schemes તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. શેરબજારના મોટા ઉતાર-ચઢાવથી દૂર LIC મ્યુચ્યુઅલ ફંડની આ 4 ખાસ સ્કીમ એવા રોકાણકારો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ ઓછા જોખમે પોતાની વેલ્થને સ્થિર ઝડપે વધારવા માગે છે.

3 / 7
LIC MF Banking & PSU Debt Fund: જો તમારે તમારા નાણાં પર બિલકુલ પણ રિસ્ક ન લેવું હોય, તો આ ફંડ તમારા માટે છે. આમાં નામ પરથી જ ખબર પડે છે કે, આ ફંડ રોકાણકારોના નાણાં મુખ્યત્વે સરકારી કંપનીઓ (PSUs), દેશની સૌથી મજબૂત બેંકો અને રિઝર્વ બેંક (RBI) દ્વારા બહાર પાડવામાં આવેલા સુરક્ષિત બોન્ડ્સમાં રોકે છે. આનો ઉદ્દેશ્ય મૂડીની સુરક્ષા સાથે સ્થિર રિટર્ન આપવાનો છે. આમાં શેરબજારની કોઈ દખલ હોતી નથી. બીજું કે, જે રોકાણકારો 1 થી 3 વર્ષ માટે પોતાના નાણાં રોકવા માગે છે અને બેંક એફડીનો એક સુરક્ષિત અને શ્રેષ્ઠ વિકલ્પ શોધી રહ્યા છે, તેમના માટે આ સરસ સ્કીમ છે.

4 / 7
LIC MF Savings Fund: અવારનવાર આપણા બેંક બચત ખાતામાં ઘણા નાણાં પડેલા રહે છે, જેના પર માંડ 3-4% વ્યાજ મળે છે. LIC MF સેવિંગ્સ ફંડ એક (Low) લો-ડ્યુરેશન ડેટ ફંડ છે, જે ટૂંકી મુદતના સુરક્ષિત કોર્પોરેટ બોન્ડ્સ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં નાણાં રોકે છે. આ ફંડ લિક્વિડિટી એટલે કે નાણાં ઉપાડવાની આઝાદી અને શ્રેષ્ઠ યીલ્ડ વચ્ચે એક સરસ સંતુલન બનાવે છે. જો તમે 6 મહિનાથી 2 વર્ષ સુધીના સમય માટે પોતાના નાણાં ક્યાંક પાર્ક કરવા માગતા હોવ, તો આ સેવિંગ્સ એકાઉન્ટ અને ટૂંકી મુદતની FD કરતાં વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

5 / 7
LIC MF Arbitrage Fund: આ ફંડ એક અત્યંત સ્માર્ટ રણનીતિ પર કામ કરે છે. આ શેરબજારમાં સીધું રોકાણ કરવાના બદલે કૅશ માર્કેટ અને ફ્યુચર્સ માર્કેટ વચ્ચેના 'પ્રાઇસ ડિફરન્સ' નો ફાયદો ઉઠાવીને નફો કમાય છે. બજાર ભલે ઉપર જાય કે નીચે, આ ફંડમાં નુકસાન થવાની શક્યતા લગભગ શૂન્ય હોય છે. આની સૌથી મોટી ખાસિયત આનો 'ટેક્સ બેનિફિટ' છે. ડેટ ફંડ જેવું સુરક્ષિત હોવા છતાં ઇન્કમ ટેક્સના નિયમો હેઠળ આને 'ઇક્વિટી ફંડ' માનવામાં આવે છે, જેનાથી આના પર ટેક્સ ઓછો લાગે છે અને તમારું નેટ રિટર્ન FD કરતાં વધુ થઈ જાય છે. બીજું કે, જે લોકો 3 મહિનાથી 1 વર્ષ માટે નાણાં રોકવા માગે છે અને હાઇ ટેક્સ બ્રેકેટ (30% સ્લેબ) માં આવે છે તેમના માટે આ સ્કીમ સરસ ઓપ્શન છે.

6 / 7
LIC MF Conservative Hybrid Fund: જો તમે મોંઘવારીને માત આપે તેવું રિટર્ન ઇચ્છતા હોવ, તો પોર્ટફોલિયોમાં થોડો ઇક્વિટીનો તડકો હોવો જરૂરી છે. આ ફંડ તમારા કુલ રોકાણનો 75-80% હિસ્સો એકદમ સુરક્ષિત બોન્ડ્સમાં રાખે છે, જેથી મૂડી સુરક્ષિત રહે. આ સિવાય જ્યારે બાકીનો 20-25% હિસ્સો શેરબજારના દિગ્ગજ બ્લૂચિપ શેરોમાં રોકવામાં આવે છે. ડેટ અને ઇક્વિટીનું આ કોમ્બિનેશન લાંબી મુદતમાં સરસ કામ કરે છે. શેરબજારના હિસ્સાને કારણે આમાં થોડો ઉતાર-ચડાવ આવી શકે છે પરંતુ લોંગ ટર્મમાં આ FD ને ખૂબ સહેલાઈથી પાછળ છોડી દે છે. જો તમે તમારા રોકાણને 3 થી 5 વર્ષ કે તેથી વધુ સમય આપી શકતા હોવ, તો આ ફંડ તમારા પોર્ટફોલિયોનો સૌથી મજબૂત પિલર બની શકે છે.

7 / 7
એક્સપર્ટનું માનવું છે કે, જો તમે આ ફંડ્સમાં રોકાણની શરૂઆત કરવા માગતા હોવ, તો કોઈ પણ ફંડમાં એકમથ્થુ રકમ (Lump-sum) મૂકવાના બદલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) નો રસ્તો પસંદ કરવો વધુ સારો રહે છે. એક તરફ જ્યાં બેંક FD માં નાણાં લોક થઈ જાય છે અને સમય પહેલાં ઉપાડવા પર પેનલ્ટી લાગે છે, જ્યારે આ મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમારા નાણાં માત્ર સુરક્ષિત જ નથી રહેતા પરંતુ તમને જ્યારે જરૂર હોય ત્યારે તમે સહેલાઈથી નાણાં ઉપાડી પણ શકો છો.

Follow Us
Loading...
Unable to load recommendations.