
મોતીલાલ ઓસવાલ પણ PSU સ્ટોક, કોલ ઈન્ડિયા (Coal India Share) શેરનું ભવિષ્ય ઉજ્જવળ જુએ છે. કંપનીએ આ શેરને 'બાય' રેટિંગ આપ્યું છે અને તેની લક્ષ્ય કિંમત રૂપિયા 520 નક્કી કરી છે. એ જ રીતે, બ્રોકરેજે પીએસયુ બેંક સ્ટોક, બેંક ઓફ બરોડા પર 310 રૂપિયાના ટાર્ગેટ સાથે દાવ લગાવવાની પણ સલાહ આપી છે.

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ શેરને (Godrej Consumer Products Share) મોતીલાલ ઓસવાલે 'બાય' રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ ફર્મે આ શેરની લક્ષ્ય કિંમત 1500 નક્કી કરી છે, જે તેની વર્તમાન કિંમત કરતાં લગભગ 23 ટકા વધુ છે. શુક્રવારે ગોદરેજ કન્ઝ્યુમરનો શેર 1210.90 રૂપિયામાં બંધ થયો હતો.

મોતીલાલ ઓસ્વાલની ટોચની પસંદગીઓમાં ટાટા ગ્રુપ, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપનીઓ અને બેંક સ્ટોકનો સમાવેશ થાય છે. બ્રોકરેજ હાઉસે કન્ઝ્યુમર સ્ટેપલ્સ સેક્ટરની ત્રણ કંપનીઓમાં ઉત્તમ વૃદ્ધિની સંભાવના વ્યક્ત કરી છે.

રોકાણકારોને ડાબર ઈન્ડિયા શેર (Dabur India Share) પર દાવ લગાવવાની પણ સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજ ફર્મે આ શેરની ટાર્ગેટ કિંમત 650 નક્કી કરી છે, જે તેની વર્તમાન કિંમત કરતાં 23 ટકા વધુ છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી અન્ય એક્સપર્ટના રિવ્યુ આધારિત છે, કોઈ પણ રોકાણ નિષ્ણાતોની સલાહ લઈને કરવી)