ક્રિકેટ જગતમાં નવો ઇતિહાસ રચાયો! ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને તોડી નાખ્યો વિરાટ કોહલીનો ‘ઐતિહાસિક રેકોર્ડ’

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કિંગ્સમીડમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં એક નવો ઇતિહાસ રચાયો છે. કિંગ્સમીડના મેદાન પર રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેને પોતાની ધૈર્યપૂર્ણ અને ઐતિહાસિક ઇનિંગ્સના જોરે ક્રિકેટ જગતમાં વિરાટ કોહલીનો એક અનોખો રેકોર્ડ તોડી દીધો છે.

| Updated on: Oct 11, 2026 | 4:26 PM
1 / 7
ટેસ્ટ ક્રિકેટમાં સામાન્ય રીતે નીચલા ક્રમના બેટ્સમેનો સાથે લાંબી ભાગીદારી કરવી મુશ્કેલ હોય છે. એવામાં ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ સાઉથ આફ્રિકા સામે પોતાની ધીરજપૂર્વકની ઇનિંગ્સથી આ પડકારને પણ પાછળ છોડી દીધો.

2 / 7
રેનશોએ કિંગ્સમીડમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડતા એક ઇનિંગ્સમાં ટેલએન્ડર્સ એટલે કે નીચલા ક્રમના બેટ્સમેનો સાથે બેટિંગ કરતા સૌથી વધુ રન બનાવવાનો પરાક્રમ કર્યો.

3 / 7
રેનશોએ ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં 397 બોલમાં 190 રન બનાવ્યા. તેને આ ઇનિંગ્સમાં 21 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ દરમિયાન તેણે 8મા થી 11મા નંબર સુધીના બેટ્સમેનો સાથે મળીને 174 રન જોડ્યા. આ સાથે જ તે ટેસ્ટની એક ઇનિંગ્સમાં ટેલએન્ડર્સ સાથે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન બની ગયો.

4 / 7
અગાઉ આ રેકોર્ડ ભારતીય દિગ્ગજ વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ વર્ષ 2016માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે 235 રનની ઇનિંગ્સ રમતી વખતે ટેલએન્ડર્સ સાથે 171 રન જોડ્યા હતા. રેનશોએ હવે આ આંકડાને પાછળ છોડી દીધો છે.

5 / 7
ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી નહોતી અને ટીમે 124 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ક્રીઝ પર આવેલા રેનશોએ એક છેડો સાચવી રાખ્યો અને નીચલા ક્રમના બેટ્સમેનો સાથે મળીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. જો કે, તે પોતાની પહેલી ટેસ્ટ બેવડી સદીથી માત્ર 10 રન દૂર રહી ગયો. સાઇમન હાર્મરે તેને આઉટ કરીને શાનદાર ઇનિંગ્સનો અંત આણ્યો.

6 / 7
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે 43 રન બનાવીને રેનશોનો સારો સાથ આપ્યો, જ્યારે નાથન લાયને 27 રનનું યોગદાન આપ્યું. આ ઇનિંગ્સની મદદથી ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ 390 રન પર સમાપ્ત થઈ. સાઉથ આફ્રિકા તરફથી વિયાન મુલ્ડરે સૌથી વધુ 4 વિકેટ લીધી. માર્કો જેન્સનને 3 અને એનરિક નોર્ખિયાને 2 વિકેટ મળી.

7 / 7
ઓસ્ટ્રેલિયાના 390 રનના જવાબમાં સાઉથ આફ્રિકાએ બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી એક વિકેટના નુકસાને 27 રન બનાવી લીધા હતા. એઇડન માર્કરમ 15 અને ડેવિડ બેડિંગહામ 12 રન બનાવીને અણનમ હતા. યજમાન ટીમ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 363 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે રયાન રિકેલ્ટનને ખાતું ખોલાવ્યા વગર આઉટ કર્યો. આ પછી ખરાબ રોશનીના કારણે દિવસની રમત સમય પહેલા પૂરી કરવી પડી હતી. હાલમાં મેચમાં સાઉથ આફ્રિકા પર પહેલી ઇનિંગ્સના આધારે મોટો તફાવત બનેલો છે.

Follow Us
Loading...
Unable to load recommendations.