એશિયન ગેમ્સ 2026માં ભારતનો સેમિફાઈનલમાં મુકાબલો શ્રીલંકા સામે થશે. શ્રીલંકા અને નેપાળની ક્વાર્ટર ફાઈનલ મેચ વરસાદના કારણે રદ થઈ છે. ત્યારે રેન્કિંગના આધાર પર શ્રીલંકાની ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે.

હવે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી આ મેચમાં જીતનારી ટીમ ગોલ્ડ મેડલ માટે ફાઈનલ રમશે. જ્યારે હારનારી ટીમ બ્રોન્ઝ મેડલ મેચ રમશે. ટીમ ઈન્ડિયા આ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર 2 ડગલાં પાછળ છે.

ભારતીય ટીમની ક્વાર્ટર ફાઈનલ મેચ સોમવાર 28 સપ્ટેમ્બરના રોજ વરસાદના કારણે રદ થઈ હતી. જે અફઘાનિસ્તાન વિરુદ્ધ હતી પરંતુ શાનદાર રેન્કિંગના આધાર પર ભારતે સીધી સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે.

ભારતીય ટીમની ક્વાર્ટર ફાઈનલ મેચ સોમવાર 28 સપ્ટેમ્બરના રોજ વરસાદના કારણે રદ થઈ હતી. જે અફઘાનિસ્તાન વિરુદ્ધ હતી પરંતુ શાનદાર રેન્કિંગના આધાર પર ભારતે સીધી સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે.

શ્રીલંકા અને નેપાળની મેચ રદ થતાં જ એશિયન ગેમ્સ 2026ની સેમિફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. તેવું સ્પષ્ટ થઈ ચૂક્યું છે.

શ્રીલંકા અને નેપાળની મેચ રદ થતાં જ એશિયન ગેમ્સ 2026ની સેમિફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. તેવું સ્પષ્ટ થઈ ચૂક્યું છે.

તમને જણાવી દઈએ કે, એશિયન ગેમ્સ 2026માં ભારતીય ક્રિકેટ ટીમે હજુ સુધી એક પણ મેચ રમી નથી. એશિયન ગેમ્સ 2026માં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મહિલા ટીમ પહેલા જ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. આ ટૂર્નામેન્ટમાં ફાઈનલમાં ભારતનો સામનો શ્રીલંકા સામે થયો હતો. જેમાં મહિલા ટીમે જીત મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ પણ હવે સેમિફાઈનલ અને ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીતવા માંગશે.