Asian Games 2026 Breaking News: એશિયન ગેમ્સ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈજાના કારણે હર્ષિત રાણા બહાર, આ સ્ટાર પ્લેયરની થઈ એન્ટ્રી!

ટીમ ઈન્ડિયામાંથી હર્ષિત રાણા બહાર થઈ ગયો છે. તે અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ ઉપરાંત ત્યારબાદ યોજાનારી એશિયન ગેમ્સમાં પણ નહીં રમે. હર્ષિત રાણાનો અગાઉ અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ અને એશિયન ગેમ્સ 2026 માટેની ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

| Updated on: Sep 10, 2026 | 2:19 PM
1 / 6
હર્ષિત રાણાનું રમવું કે નહીં રમવું તેની ફિટનેસ પર નિર્ભર હતું. હવે BCCIએ પ્રેસ રિલીઝ જાહેર કરીને હર્ષિત રાણા ટીમમાંથી બહાર થયાની પુષ્ટિ કરી છે. (Image Source | Getty Images)

2 / 6
હર્ષિત રાણા અંગે અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે BCCIના સેન્ટર ઑફ એક્સલન્સમાં તેમની રિકવરી સારી રીતે ચાલી રહી છે અને તેઓ ટીમમાં વાપસી કરી શકે છે. (Image Source | PTI)

3 / 6
પરંતુ BCCIની પ્રેસ રિલીઝ અનુસાર, 7 સપ્ટેમ્બરે રમાયેલી મેચ દરમિયાન તેને ફરી ઈજા થઈ હતી. આ કારણે તેને અફઘાનિસ્તાન સામેની સિરીઝ અને એશિયન ગેમ્સમાંથી બહાર થવું પડ્યું છે. (Image Source | PTI)

4 / 6
ટીમ ઈન્ડિયામાં હર્ષિત રાણાની જગ્યાએ વિદર્ભના 27 વર્ષીય ફાસ્ટ બોલર યશ ઠાકુરને સ્થાન આપવામાં આવ્યું છે. (Image Source | PTI)

5 / 6
યશ ઠાકુરે આ વર્ષે જુલાઈમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી T20 સિરીઝ દરમિયાન ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. (Image Source | PTI)

6 / 6
યશ ઠાકુરે અત્યાર સુધીમાં 2 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને તેમાં 4 વિકેટ ઝડપી છે. સ્થાનિક ક્રિકેટમાં તેઓ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની 50 મેચ રમી ચૂક્યા છે, જેમાં 7.04 ની ઈકોનોમી સાથે 81 વિકેટ પોતાના નામે કરી છે. (Image Source | PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.