
અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તે જુલાઈમાં રોહન ઠક્કર સાથે લગ્ન કરે તેવી શક્યતા છે. અંશુલા અને રોહનના લગ્નની તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. તો ચાલો આજે અર્જુન કપૂરની બહેન અને બોની કપૂરની મોટી દીકરી વિશે રસપ્રદ વાતો જાણીએ.

બોની કપૂર અને મોના શૌરી કપૂરની પુત્રી અંશુલા કપૂર ફિલ્મી દુનિયાથી દૂર રહે છે, પરંતુ લોકો હજુ પણ તેના વિશે દરેક અપડેટ જાણવા માંગે છે. અંશુલા કપૂર35 વર્ષની ઉંમરે લગ્ન કરવા જઈ રહી છે

અર્જુન કપૂરના,પિતા,કાકા,ભાઈ,બહેન અને થનારા પતિ વિશે રસપ્રદ વાતો જાણો

બોની કપૂરે 1983માં મોના કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધથી તેમને બે બાળકો છે, અર્જુન કપૂર અને અંશુલા કપૂર. જોકે, 1996માં તેમના છૂટાછેડા થયા હતા.

મોના કપૂરથી અલગ થયા પછી તરત જ, બોની કપૂરે તે જ વર્ષે શ્રીદેવી સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને બે દીકરીઓ, જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર છે. મોના કપૂરનું 2012માં કેન્સરને કારણે અવસાન થયું હતું, જ્યારે શ્રીદેવીનું 2018માં અવસાન થયું હતું.

અંશુલા કપૂર ફેમસ ફિલ્મ નિર્માતા બોની કપૂર અને તેમની પહેલી પત્ની મોના શૌરી કપૂરની દીકરી અને અભિનેતા અર્જુન કપૂરની બહેન છે. તે એક લાઈફસ્ટાઈલ, જીવનશૈલી ઈન્ફ્યુલન્સર અને ચેરિટી પ્લેટફોર્મ ફેનકાઇન્ડની સ્થાપક છે.

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર હંમેશા તેની ફિલ્મો માટે ચર્ચામાં રહે છે. તે તેના પરિવારનું ખૂબ જ રક્ષણ કરે છે. તે તેની બહેનોનું ખાસ ધ્યાન રાખે છે.અર્જુન કપૂર તેની બહેન અંશુલા માટે ખૂબ જ ઈમોશનલ છે.

અંશુલા કપૂરના મંગેતર રોહન ઠક્કરે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ફિલ્મ અને સર્જનાત્મક લેખનનો અભ્યાસ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા માટે કોપીરાઇટર તરીકે પણ કામ કર્યું છે. રોહન ઠક્કર પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ નિર્માતા કરણ જોહરની કંપની, ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ સાથે કામ કરી રહ્યો છે.

અંશુલા કપૂર અભિનેતા અર્જુન કપૂરની સગી બહેન છે, જ્યારે જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર તેની સાવકી બહેનો છે. તેમ છતાં ભાઈ-બહેનો દરેક પ્રસંગમાં સાથે જોવા મળે છે.

અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર ભલે લાઈમલાઈટથી દૂર રહે, પરંતુ તે હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.ચાહકો તેના ફોટો ખુબ પસંદ કરે છે.

અંશુલાના પિતા બોની કપૂર, ભાઈ અર્જુન અને બહેન જ્હાન્વી સહિતનો આખો પરિવાર ફિલ્મોમાં એક્ટિવ છે, પરંતુ અંશુલાએ હજુ સુધી ફિલ્મમાં પ્રવેશ કર્યો નથી, તેમ છતાં મોટી કમાણી કરે છે.