
લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની 59મી મેચમાં સીએસકે 6 વિકેટથી હારી ગયું.

આ મેચમાં ચેન્નાઈના બોલર અંશુલ કંબોજનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું.

તેણે આઈપીએલના ઇતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કોઈપણ બોલર દ્વારા ફેંકવામાં આવેલી સૌથી મોંઘી ઓવર ફેંકવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો.

LSG vs CSKની મેચમાં અંશુલ કંબોજે ફક્ત 2.4 એટલે કે 16 બોલ ફેંક્યા જેમાં તેણે 63 રન આપ્યા.

અંશુલ કમ્બોજ IPL ઇતિહાસમાં એવો બીજો બોલર બન્યો છે જેણે 3 ઓવરથી પણ ઓછા સ્પેલમાં 60થી વધુ રન આપ્યા હોય.

ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌને જીતવા માટે 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જીતના પડકારને પૂર્ણ કરતી વખતે, ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલરોની લખનૌના બેટ્સમેને જબરદસ્ત ધોલાઈ કરી.

કમ્બોજે ફેંકેલા 16 બોલમાંથી 11 બોલ પર બાઉન્ડરી લાગી હતી. આનો અર્થ એ થયો કે તેણે ફેંકેલા બોલમાંથી 68.75 ટકા રન બાઉન્ડ્રીથી આવ્યા હતા.