
ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આ લગ્ન માટે દેશ વિદેશથી ઘણા કલાકારો બોલાવામાં આવ્યા હતા, ઘણા મોટા ખર્ચે તેઓએ લગ્નની ઇવેન્ટમાં પ્રફોર્મ પણ કર્યું, આવો જાણીએ આ આંતરરાષ્ટ્રીય કલાકારો અને તેમની ફી વિશે.પોપ સિંગર રિહાનાએ અંબાણીના લગ્ન કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા માટે લગભગ ₹74 કરોડ ચાર્જ કર્યા હતા. જસ્ટિન બીબરના પર્ફોર્મન્સની અંદાજિત ફી ₹83 કરોડ છે.કેટી પેરીએ સ્થળને ધૂમ મચાવવા માટે લગભગ ₹45 કરોડ ચાર્જ કર્યા હતા.પિટબુલે તેના હિટ ગીતો રજૂ કરવા માટે લગભગ ₹20 કરોડ ચાર્જ કર્યા હતા.ડેવિડ ગુએટા જેવા આંતરરાષ્ટ્રીય ડીજેએ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે લગભગ ₹15 કરોડ ફી લીધી હતી.એકોને પણ તેની સુપરહિટ શૈલીથી કાર્યક્રમને ધૂમ મચાવી હતી, અને તેની ફી લગભગ ₹10 કરોડ હતી.આ ઉપરાંત, કેટલાક અન્ય આંતરરાષ્ટ્રીય ડીજે અને કલાકારો પર ₹10 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યા હતા.

ભારતીય કલાકારો અને ફી વિશે જાણીએ, દિલજીત દોસાંઝે પોતાના પંજાબી બીટ્સ પર બધાને નાચવા માટે મજબૂર કર્યા અને તેમણે લગભગ ₹45 કરોડ ફી લીધી.અરિજિત સિંહે પોતાના મધુર અવાજથી સ્ટેજ પર આગ લગાવી દીધી અને તેમની ફી લગભગ ₹4 કરોડ હતી.શ્રેયા ઘોષાલે શાસ્ત્રીય અને રોમેન્ટિક ગીતોથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા અને તેમણે ₹2 કરોડ ફી લીધી.લકી અલીએ પોતાની લોકપ્રિય રેટ્રો શૈલીથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા અને તેમની ફી પણ લગભગ ₹2 કરોડ હતી.સુનિધિ ચૌહાણ, હરિહરન અને મિથુન જેવા અન્ય સંગીત કલાકારો માટે પણ લગભગ ₹68 કરોડ ફી લેવામાં આવી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બે લોકોના મિલન કરતાં ઘણું વધારે હતા. આ લગ્ન સમારોહ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક, કલાત્મક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપ્યુ હતું. અનંક અંબાણી પરિવારના લગ્ન આધ્યાત્મિક મૂળ તરફ પાછા ફરવાનો પ્રસંગ હતો. આખો ઉત્સવ સનાતન ધર્મના દર્શનમાં ડૂબેલો હતો.

દરેક વ્યક્તિ જાણે છે કે સનાતન ધર્મ જીવનનો શાશ્વત માર્ગ છે. લગ્ન ફક્ત એક ઉત્સવ નહોતો પણ એક પવિત્ર અનુભવ હતો, જે બે આત્માઓની આધ્યાત્મિક યાત્રામાં પરિવર્તનશીલ સંસ્કાર દર્શાવે છે.
Published On - 5:50 pm, Sat, 12 July 25