
લેરી ફિન્ક બ્લેકરોકના CEO છે, જે વિશ્વના સૌથી મોટા એસેટ મેનેજર છે. ગયા વર્ષે જુલાઈમાં, જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ અને બ્લેકરોકે સંયુક્ત સાહસની જાહેરાત કરી હતી. આ સંયુક્ત સાહસ ભારતમાં ડિજિટલ ફર્સ્ટ એસેટ મેનેજર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઓગસ્ટમાં રિલાયન્સની એજીએમમાં ફિન્કે કહ્યું હતું કે બ્લેકરોક ભારતમાં સૌથી મોટા રોકાણકારોમાંનું એક છે.

બોબ ઈન્ગર ડિઝનીના સીઈઓ છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતમાં વોલ્ટ ડિઝનીના બિઝનેસને ખરીદી શકે છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને કંપનીઓ રોકડ અને સ્ટોકમાં આ ડીલની નજીક આવી ગઈ છે. આગામી થોડા દિવસોમાં આ ડીલની જાહેરાત થઈ શકે છે.

આ કાર્યક્રમમાં Adobeના CEO શાંતનુ નારાયણને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મોર્ગન સ્ટેનલીના સીઈઓ ટેડ પિક, બેંક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ, કતારના પ્રીમિયર મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાની, એડનોકના સીઈઓ સુલતાન અહેમદ અલ જાબેર, ઈએલ રોથચાઈલ્ડ ચેર લીન ફોરેસ્ટર ડી રોથચાઈલ્ડ, ભૂટાનના રાજા અને રાણી પણ હાજર છે. રોકાણકાર યુરી મિલ્નર પણ હાજરી આપે તેવી અપેક્ષા છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પના અંબાણી પરિવાર સાથે લાંબા સમયથી સંબંધ છે. થોડા વર્ષો પહેલા, રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ભારતમાં ડિજિટલ લિંગ વિભાજનને દૂર કરવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) સાથે હાથ મિલાવ્યા હતા. આ કાર્યક્રમમાં ઈવાન્કા ટ્રમ્પ મુખ્ય અતિથિ તરીકે હાજર રહી હતી.

આ સિવાય લુપા સિસ્ટમ્સના સીઈઓ જેમ્સ મર્ડોક, મેક્સિકોના સૌથી ધનાઢ્ય વ્યક્તિ કાર્લોસ સ્લિમ, બ્રિજવોટર એસોસિએટ્સના સ્થાપક રે ડાલિયો, હિલહાઉસ કેપિટલના સ્થાપક ઝાંગ લેઈ, બીપીના સીઈઓ મુરે ઓચીનક્લોસ, એક્સોરના સીઈઓ જોન એલ્કન, સિસ્કોના ભૂતપૂર્વ ચેરમેન જોન ચેમ્બર્સ, બ્રુસ ફ્લેટ, સીઈઓ બ્રુસ ફિલ્ડ સહિતના લોકો હાજર રહેશે.
Published On - 8:41 pm, Thu, 22 February 24