Government Share : માર્કેટમાં ઘટાડા વચ્ચે આ સ્ટૉકમાં આવ્યો 20%નો જોરદાર ઉછાળો, 2 મહિનામાં બમણા થઈ ગયા પૈસા
આ શેરમાં શુક્રવારે અને 3 જાન્યુઆરીના રોજ 20%નો ઉછાળો આવ્યો છે. કંપનીના શેરોએ પણ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. કંપનીના શેરે બે મહિનામાં રોકાણકારોના પૈસા બમણા કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 107%નો ઉછાળો આવ્યો છે.
1 / 7
શુક્રવારે અને 03 જાન્યુઆરીના રોજ સ્થાનિક શેરબજારમાં જોરદાર ઘટાડો નોંધાયો છે, BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. જોકે, આ ઘટાડા વચ્ચે આ કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.
2 / 7
ITI લિમિટેડ(ITI Limited)નો શેર BSEમાં 20 ટકાના વધારા સાથે રૂ. 457.25 પર પહોંચી ગયો છે. કંપનીના શેરોએ પણ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે. ITI લિમિટેડના શેરમાં શુક્રવારે 9 મહિનામાં સૌથી મોટો વન-ડે ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 210.20 છે.
3 / 7
છેલ્લા 2 મહિનામાં ITI લિમિટેડના શેર લગભગ 107% વધ્યા છે. કંપનીના શેરમાં બે મહિનામાં રોકાણકારોના પૈસા બમણાથી વધુ છે. 4 નવેમ્બર, 2024ના રોજ ITIનો શેર રૂ. 221.15 પર હતો. 3 જાન્યુઆરી, 2025ના રોજ કંપનીના શેર રૂ. 457.25 પર પહોંચ્યા હતા. છેલ્લા 3 મહિનામાં ITIના શેરમાં 77%નો વધારો જોવા મળ્યો છે. ITI લિમિટેડનું માર્કેટ કેપ રૂ. 43,936 કરોડ પર પહોંચી ગયું છે.
4 / 7
ITI લિમિટેડના શેરમાં 5 દિવસમાં 39%થી વધુનો ઉછાળો આવ્યો છે. 30 ડિસેમ્બર, 2024ના રોજ કંપનીના શેર રૂ. 328 પર હતા. ITI લિમિટેડનો શેર 3 જાન્યુઆરી, 2025ના રોજ રૂ. 457.25 પર પહોંચી ગયો છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 59% થી વધુનો વધારો થયો છે.
5 / 7
3 ડિસેમ્બર, 2024ના રોજ કંપનીના શેર રૂ. 286.70 પર હતા. 3 જાન્યુઆરી, 2025ના રોજ કંપનીના શેર રૂ. 457ની ઉપર બંધ થયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 17% થી વધુનો વધારો થયો છે.
6 / 7
છેલ્લા 2 વર્ષમાં ITI લિમિટેડના શેરમાં 345%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર રૂ. 102.65 થી વધીને રૂ. 457 થયા છે.
7 / 7
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.