
અંબાણી પરિવારના ઘરમાં કામ કરતા કર્મચારીઓનો પગાર લાખોમાં છે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત રહેવા-જમવાની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને વીમો અને શિક્ષણ ભથ્થું પણ આપવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નીતા અંબાણીના ડ્રાઈવરને દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર મળે છે. આનો સીધો અર્થ એ થયો કે, ડ્રાઈવરને વાર્ષિક 24 લાખ રૂપિયા મળે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આમાંથી કેટલાક સ્ટાફના બાળકો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ અંબાણી પરિવારના સ્ટાફમાં જોડાવું એટલું સરળ નથી. તેમના ઘરે કામ કરવા માટે તમારે કંપની દ્વારા લેવામાં આવતા ટેસ્ટને પાસ કરવા પડે છે. ડ્રાઇવરની પસંદગી કરતી વખતે તે પણ જોવામાં આવે છે કે, સંબંધિત ડ્રાઇવર રસ્તામાં ઊભી થતી સમસ્યાઓને કેવી રીતે હેન્ડલ કરે છે.