ના હોય ! ભારતમાં આ ગામની અંદર મહિલાઓ રાજ કરે છે અને પુરુષો ઘરના બધા કામ કરે છે

દુનિયાભરમાં એવી ઘણી જાતિઓ છે કે, જેમના પોતાના અલગ અલગ રીતરિવાજો હોય છે. એવામાં ચાલો જાણીએ કે, ભારતમાં કયા ગામની અંદર મહિલાઓનું રાજ ચાલે છે અને પુરુષો ઘરનું કામ કરે છે...

| Updated on: Aug 12, 2025 | 4:07 PM
4 / 7
જો કે, આ 'ખાસી' જાતિમાં પરંપરાઓ આનાથી વિપરીત હોય છે. ખાસી જનજાતિમાં દીકરીઓને વધુ મહત્વ આપવામાં આવે છે. ઉત્તરપૂર્વના પહાડી વિસ્તારોમાં રહેતો આ સમુદાય સ્ત્રીઓના વારસા પર બનેલો છે અને ત્યાંની સ્ત્રીઓ આ પરંપરાઓને આગળ ધપાવી રહી છે. આ જનજાતિમાં પરિવારની જવાબદારી પુરુષોને ખભે નહી પરંતુ સ્ત્રીઓના ખભે જોવા મળે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, અહીંની મહિલાઓ ઘર સંબંધિત તમામ આર્થિક અને મહત્વપૂર્ણ નિર્ણયો લે છે.

5 / 7
આ જાતિ વિશ્વના એવા થોડા સમાજોમાંની એક છે, જ્યાં 'માતૃસત્તાક' પરંપરા હજુ પણ અસ્તિત્વમાં છે. એવું માનવામાં આવે છે કે, ખાસી જાતિ દક્ષિણ-પૂર્વ એશિયામાં એક પ્રાચીન ઓસ્ટ્રિક જાતિમાંથી ઉદ્ભવી છે. ખાસી સમુદાયમાં પેઢી દર પેઢી માતૃસત્તાક પરંપરાનું પાલન કરવામાં આવે છે.

6 / 7
આ રિવાજો ઉપરાંત લગ્ન પછી પતિએ તેની પત્નીના ઘરે રહેવું પડે છે અને ઘરના બધા કામ કરવા પડે છે. ખાસી જાતિની મહત્વની વાત એ છે કે, અહીંની છોકરીઓ જીવનભર તેમના માતા-પિતા સાથે રહે છે, જ્યારે છોકરાઓ તેમના માતા-પિતાનું ઘર છોડીને તેમના સાસરિયાના ઘરે રહેવા જાય છે.

7 / 7
ખાસી સમાજમાં, આને કોઈપણ પ્રકારનું અપમાન માનવામાં આવતું નથી. આનું મુખ્ય કારણ એ છે કે, આ તેમની સંસ્કૃતિનો એક ભાગ છે.