
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મનપા અને પોલીસ સતત માથામાં કરી રહી હોય છે. આ વચ્ચે અમદાવાદમાં સ્માર્ટ પાર્કિંગ બનાવાયા છે. જેની વિશેષતા તમને ચોક્કસ આશ્ચર્ય જનક લાગશે.

અમદાવાદ શહેરમાં થતા આડેધડ પાર્કિંગને રોકવા અમદાવાદ મનપા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.

સિંધુ ભવન રોડ પરના ગોટીલા ગાર્ડન પાસે સ્માર્ટ પાર્કિંગ ઊભા કરવામાં આવ્યા છે. જે ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણ કરવા માટે ખૂબ મહત્વના સાબિત થશે.

પાયલટ પ્રોજેક્ટમાં પાંચ કાર માટે સ્માર્ટ પાર્કિંગ બનાવાયા છે. AMC દ્વારા ટેકનોલોજી સાથે ખભે ખભા મિલાવી આ પ્રયોગ હાથ ધર્યો છે.

આ સ્માર્ટ પાર્કિંગની સુવિધાની વાત કરવામાં આવે તો અહીં ચાર મિનિટ સુધી પાર્કીંગનો કોઈ ચાર્જ નહીં વસૂલવામાં આવે. મહત્વનું છે કે ચાર મિનિટ બાદ નિયત કરેલ રકમ કાર ચાલકે ભરવી પડશે.

હવે આમાં પણ ઓટોમેટિક સિસ્ટમ છે. આ ટેકનોલોજીમાં એ પ્રકારનો પ્રોગ્રામ ફિટ કરવામાં આવ્યો છે કે, ચાર મિનિટ બાદ પાર્ક કરેલી કાર ઓટોમેટિક લોક થઈ જશે. સ્કેન કરી પેમેન્ટ કર્યા બાદ જ પાર્ક કરેલ કાર બહાર કાઢી શકશે.