
ટ્રાફિક સમસ્યાનું ઉકેલ: શહેરના વિકાસ સાથે ટ્રાફિકનો ભાર વધતાં નાગરિકોને દરરોજ ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા રિંગ રોડને 4 લેનથી 6 લેનમાં ફેરવવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી લોકોને ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે.

વધુ સગવડતા અને ગ્રીન હાઇવેની વાત કરવામાં આવે તો સર્વિસ રોડ 2 લેનમાંથી 3 અથવા 4 લેનમાં બદલાશે. ગ્રીન હાઇવે કોન્સેપ્ટને ધ્યાને રાખીને, રિંગ રોડ પર વૃક્ષારોપણ અને ફૂટપાથને વધુ સુવિધાસભર બનાવાશે. ધોલેરા એક્સપ્રેસ વે જંકશન પર નવા ફ્લાયઓવરનો નિર્માણ થશે, જેનાથી વાહનવ્યહાર સરળ બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત, અમદાવાદના એસપી રિંગ રોડ પર આગામી વર્ષોમાં મોટાપાયે પરિવર્તન જોવા મળશે, જે શહેરની અવરજવર અને સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો લાવશે.
Published On - 8:49 am, Mon, 3 February 25