
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ AI નો ક્રાઉડ કંટ્રોલ અને ફાયર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. ત્યારે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા મોબાઈલ કોમ્યુનિકેશન ઓફિસ વ્હીકલ દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

આ વ્હીકલની ખાસીયત છે કે એક સાથે 15 ડ્રોન કેમેરાનું સંચાલન કરી શકાય છે અને આ કોઈ સામાન્ય ડ્રોન કેમેરા નથી.

આ વખેત પ્રથમવાર AI થી સજ્જ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.આ કેમેરાની વિશેષતા છે કે તેમાં ભીડની સંખ્યાનો અંદાજ લગાવી શકાય છે.

રથયાત્રા દરમિયાન ભીડ નિયંત્રણ માટે ડ્રોન કેમેરા ખૂબ ઉપયોગી છે. અમદાવાદ પોલીસનાં 17હજાર 500 પોલીસકર્મી, અઢીહજાર જેટલા પેરામિલિટરી ફોર્સના જવાનો તેમજ અન્ય સુરક્ષા કર્મીઓ સહિત 20 હજાર જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે.