વાલીઓ ચેતજો, અમદાવાદના આ વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં 3 પોક્સોના બનાવ, પડોશ ધર્મ પર લાગ્યુ લાંછન

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં 3 પોક્સોના બનાવ બન્યા છે. મહત્વની વાત તો એ છે કે જેમાં 2 કિસ્સામાં પાડોશી આરોપી હોવાનુ સામે આવી રહ્યું છે. વધતાં પોકસોના કેસને લઈ અમદાવાદમાં ચિંતાનો વિષય ઊભો થયો છે. જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર વટવામાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આધેડ પાડોશીએ સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપી ધરપકડ કરી છે.

| Edited By: | Updated on: Apr 12, 2024 | 8:58 PM
4 / 5
જોકે સગીરાની ફરિયાદ બાદ પોલીસે ગર્ભના ડીએનએ પરિક્ષણની તપાસ શરુ કરી છે. જેથી આરોપી વિરુધ્ધ પુરતા પુરાવા મળી શકે અને આરોપીને કડક સજા પણ થાય. મહત્વ નું છે કે થોડા દિવસ પેહલા પણ અમરાઈવાડીમાં એક પાડોશીએ સગીરા સાથે છેડતી કરી હતી. વૃદ્ધે એકલતાનો લાભ લઈને સગીરા સાથે શારીરિક અડપલાં કરતા અન્ય એક પાડોશીએ સગીરાના માતા પિતાને ફોન કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી.

5 / 5
વૃદ્ધનો ભાંડો ફૂટી જતા વૃદ્ધ ઇન્દિરા બ્રિજ પાસે આત્મહત્યા કરવા દોડી ગયો અને ત્યાંથી પોતાની પત્નીને વીડિયો કોલ કરીને જાણ કરી હતી. જે અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે, સાથે જ રામોલમાં પિતા એ પુત્રી સાથે જ છેડતી કરી હતી અને જેને લઈ પિતાની ધરપકડ થઈ હતી. ત્યારે હવે આવી ઘટનાઓ વધતા વાલીઓએ પણ ચેતવા સમાન સ્થિતિ બની છે. 

Published On - 8:51 pm, Fri, 12 April 24