અમદાવાદની L.J. યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહમાં 2500 ડિગ્રી અને 41 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા

તાજેતર માં L.J. યુનિવર્સિટી, અમદાવાદ એ LJ યુનિવર્સિટી કેમ્પસમાં તેનો બીજો દીક્ષાંત સમારોહ યોજ્યો. દીક્ષાંત સમારોહ માં ફાર્મસી, MCA, B.Sc., M.Sc., MBA, એન્જિનિયરિંગ, IMBA, કોમર્સ, ઇન્ટિગ્રેટેડ MCA, MLT, આર્કિટેક્ચર, પ્લાનિંગ અને ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગના લગભગ 2500 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. 41 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા.

| Edited By: | Updated on: Dec 28, 2024 | 10:59 PM
4 / 7
સમારોહ ના મુખ્ય મહેમાન ડૉ. મોન્ટેક સિંહ આહલુવાલિયાએ પણ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા. પોતાના ભાષણમાં તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે ટેકનોલોજી, અર્થતંત્ર અને જીયોપોલિટિક્સ ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપી. તેણે સમજાવ્યું કે ટેક્નોલોજીના ઝડપી ફેરફારો પડકારો ઊભા કરી શકે છે, વર્તમાન નોકરીઓ માટે જોખમ ઊભું કરી શકે છે અને નવી નોકરીઓનું સર્જન કરી શકે છે, જેના માટે નવા કૌશલ્યની જરૂર પડશે. આવી નોકરીઓ જે 10 વર્ષ પહેલાં અસ્તિત્વમાં નહોતી.

5 / 7
ડૉ. આહલુવાલિયાએ ઉલ્લેખ કર્યો કે ભારતમાં GDP વૃદ્ધિ તેમની પેઢી કરતાં ચાર ગણી ઝડપથી થશે, જે શહેરીકરણ અને ખેતીમાંથી ટેકનોલોજી આધારિત નોકરીઓ તરફનાં પરિવર્તનથી પ્રેરિત થશે. આ પરિવર્તનો ભારત અને વિશ્વ પર અસર કરશે અને વૈશ્વિક જીયોપોલિટિક્સ માં બદલાવ લાવશે.

6 / 7
તેમણે ટેકનોલોજી થી થતાં પ્રગતિના નુકસાનની ચર્ચા પણ કરી, જેમ કે પ્રદૂષણ અને હવામાન ફેરફાર. આ સમસ્યાને હલ કરવા માટેના ઉપાયો અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ચીનના બેઇજિંગમાં અપનાવેલી પ્રદૂષણ નિયંત્રણ નીતિ નું ઉદાહરણ આપ્યું. અંતે, તેમણે વિદ્યાર્થીઓને આ ક્ષેત્રોમાં થયેલા ફેરફારો પર નજર રાખવાની અને વધુ સારા ભવિષ્ય માટે પોતાને અપડેટ રાખવાની સલાહ આપી.

7 / 7
ભાષણ બાદ, તેમણે 41 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યા. કાર્યક્રમનો અંત આભારવિધિ અને મહેમાનો માટે ભવ્ય રાત્રિભોજન સાથે કરવામાં આવ્યો.

Published On - 10:51 pm, Sat, 28 December 24