
હવે કાંકરિયા કાર્નિવલ દરમિયાન દરેક વ્યક્તિ માટે એન્ટ્રી સંપૂર્ણ ફ્રી કરી દેવાઇ છે.દર વર્ષે કાંકરિયા કાર્નિવલ દરમિયાન 25થી 31 ડિસેમ્બર દરમિયાન દરેક વ્યક્તિ માટે એન્ટ્રી ફ્રી જ રહે છે. જો કે આ વખતે એન્ટ્રી ફ્રી જ રહેશે, પરંતુ કાંકરિયા કાર્નિવલના કોઇ કાર્યક્રમ યોજવામાં આવશે નહીં.

31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલમાં કોઇપણ સ્ટેજ કાર્યક્રમ કે પર્ફોમન્સ કરવામાં આવશે નહીં.રાષ્ટ્રીય શોકનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે.કોર્પોરેશન દ્વારા તેની વિધિવત જાહેરાત કરવામાં આવી છે.

26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પણ તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જેના પગલે ફ્લાવર શોની શરુઆત કરાવવાનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે.