ભગવાન જગન્નાથજી માટે ખાસ ફૂલોની ડિઝાઇનના સુંદર ગુલાબી અને નેવી બ્લુ રંગના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, સોના-ચાંદીના અલૌકિક આભૂષણો પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે.
આવતીકાલે સોમવારે મામેરું વાસણા અરિહંત સોસાયટી ખાતે લાવવામાં આવશે. ત્યાંથી સમગ્ર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે..