અમદાવાદ જિલ્લો દેશભક્તિના રંગમાં રંગાશે. 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી અન્વયે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. 13 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરમાં વિશાળ તિરંગા યાત્રા યોજાશે. મહત્વનું છે કે 8 ઓગસ્ટથી 13 ઓગસ્ટ દરમિયાન સમગ્ર જિલ્લામાં 'હર ઘર તિરંગા' અભિયાન અને 'તિરંગા યાત્રા' યોજાશે.
આ ઉજવણી અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓમાં નિબંધ, ચિત્ર, રંગોળી અને દેશભક્તિનાં ગીતોની સ્પર્ધા યોજવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ લોકજાગૃતિના કાર્યક્રમો અને નાટકો પણ યોજાશે.
5 / 5
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ તથા જિલ્લા અને તાલુકાના વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.