
શહેરના નરોડા વિસ્તારમાં આવેલ છારા નગરમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની થીમ ઉપર ગણેશજીની પધરામણી કરવામાં આવી છે. અહીં પુષ્પા પિક્ચરના કલાકારો, કરન્સી, ચંદનના લાકડા, ટ્રકો, સાથે ગણેશજીને પુષ્પાના હિરો અલ્લુ અર્જુન જેવા જ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે.

જો તમારે ગણપતીજીની સાથે વારાણસી શહેર અને તેના કિનારાના વિવિધ ઘાટો ના દર્શન કરવા હોય તો ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલમાં કરી શકશો. અહીં વારાણસી ઘાટ, મણિકર્ણિકા ઘાટ, મૂન્સી ઘાટ વગેરેની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે.

12 જુન 2025 ના રોજ થયેલ એર ઇન્ડિયા 171 બોઈંગ ડ્રીમ લાઈનર પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ હતી. અમદાવાદ શહેરના ઘી કાંટા વિસ્તારમાં આ દુર્ઘટના બાદ થયેલ બચાવ અને રાહત કામગીરીની થીમ ઉપર ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. જેમાં વિઘ્નહર્તાને ફાયર બિગ્રેડની ભૂમિકામાં એટલે કે અહીં રેસ્ક્યુની કામગીરી કરતા દેખાડવામાં આવ્યા છે. આ ગણેશ પંડાલમા મૂષકોને રાહતની કામગીરી કરતા જોઈ શકાય છે.

અમદાવાદ શહેરમાં આવેલ લુણસાવાડ તીન બત્તી યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂર અને આદિ યોગીની થીમ ઉપર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ગણેશજીના વાહન મુષકો એટલે કે ઉંદરોને સૈનિકોના સ્વરૂપમાં વિવિધ શાસ્ત્રો સાથે દર્શાવવામાં આવ્યા છે.
Published On - 1:07 pm, Mon, 1 September 25