મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર મુસાફરોને વધુ સહુલિયત આપવાના અભિગમ સાથે પ્રતિ વર્ષ નવી બસોની ખરીદી માટે એસ.ટી. નિગમને નાણાંકીય સહાય પૂરી પાડે છે. 2022-23 અને 2023-24ના બજેટમાં કરાયેલી જોગવાઈ મુજબ સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી અને સ્લીપર કોચ મળી કુલ 2,812 નવા વાહનો પેસેન્જર સેવા માટે સંચાલનમાં મૂકવામાં આવશે.

નવી બસો પૈકી રૂ. 26 કરોડના ખર્ચે 70 બસો સચિવાલય પોઈન્ટ સેવા માટે શરૂ કરવામાં આવી છે, તેનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશનમાં એસ.ટી. નિગમે છેલ્લા 14 મહિનામાં1520 નવીન બસો પ્રજાની સેવામાં મૂકી છે. આગામી સમયમાં આવી વધુ નવી બસ સેવાઓ મુસાફરોની સુવિધા માટે સેવામાં મૂકવાનું આયોજન પણ એસ.ટી. નિગમે હાથ ધર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઇન્ટ સેવાની આ 70 નવી બસોને ફ્લેગ ઓફ કરાવ્યું તે સમયે વાહનવ્યવહારના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક અશોક શર્મા તેમજ વરિષ્ઠ અધિકારીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને કર્મયોગીઓ પણ સહભાગી થયા હતા.