
આ લોટસ પાર્કની વિશેષતા એ હશે કે 25 હજાર ચોરસ મીટરની જગ્યામાં દેશના તમામ રાજ્યોના ફૂલો એક જગ્યાએ જોવા મળશે. પ્રોજેક્ટનો આકાર કમળ જેવો છે. દરેક પાંખડી દેશના જુદા જુદા રાજ્યના ફૂલોનું પ્રતિનિધિત્વ કરશે. દેશના તમામ રાજ્યોની પાંખડીઓ ટેબલેટ સ્વરૂપે એક જગ્યાએ પ્રદર્શિત થશે.

આ ભારતનો પ્રથમ અને સૌથી મોટો કમળ આકારનો ઉદ્યાન હશે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી થીમ પર વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધાઓ અને પાર્કિંગની વ્યવસ્થા સાથે તૈયાર થશે. જે દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ હશે. આ દરેક પાંખડીને ટેબ્લેટ ટેકનોલોજી દ્વારા નિયંત્રિત કરી શકાય છે.

ફ્લાવર મ્યુઝિયમમાં દેશના અલગ-અલગ ભાગોના ફૂલો પ્રદર્શિત કરવામાં આવશે. આ પાર્ક ભારતના તમામ રાજ્યોમાંથી ફૂલોનું પ્રતિનિધિત્વ કરતો પ્રથમ પાર્ક હશે. અહીં વિવિધ પ્રદેશોના ફૂલો રાખવામાં આવશે. આ બગીચામાં ભેજ અને તાપમાન બધું જ નિયંત્રિત કરી શકાય છે.

આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે. લોટસ પાર્કના અન્ય કામો સહિત સિવિલ, ઇલેક્ટ્રિકલ અને લેન્ડસ્કેપના કામો માટે રૂ. 20 કરોડની ફાળવણી કરવામાં આવી છે. લોટસ પાર્કનો કુલ ખર્ચ 50 કરોડથી વધુ થવાની શક્યતા છે. બગીચાનું કામ બે થી ત્રણ તબક્કામાં કરવામાં આવશે.