અમદાવાદમાં 4 થી 10 માર્ચ દરમ્યાન યોજાશે બોનસાઇ શો, અદભૂત ફોટોસ આવ્યા સામે
ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્રથમ વાર બોનસાઇ શો થઈ રહ્યો છે. અમદાવાદમાં ફ્લાવર શો ની સફળતા બાદ અમદાવાદમાં બોનસાઈ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સિંધુ ભવન રોડ પર 4 થી 10 માર્ચ દરમિયાન બોનસાઈ શોનું આયોજન કરવાંઆ આવ્યું છે.
1 / 5
અમદાવાદ શહેરમાં ઑક્સિજન પાર્કની બાજુમાં યોજાનાર શો કે જે 12 હજાર ચોરસ મીટરના વિસ્તારમાં ઊભો કરાયો છે. 10 વર્ષથી થી 200 વર્ષ સુધીના આયુષ ધરાવતા વૃક્ષો નાના સ્વરૂપમાં જોવા મળશે. જે આ શો નું મૂળ આકર્ષણ હશે.
2 / 5
અમદાવાદમાં આયોજિત આ બોનસાઇ શોની એન્ટ્રી ફ્રી 50 રૂપિયા છે. AMC દ્વારા બોન્સાઈ શો ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરશે. દેશ અને દુનિયા અલગ અલગ સ્થળેથી 10 થી 200 વર્ષ જૂના પ્લાન્ટ લાવવામાં આવ્યા છે. 1500 જેટલા બોન્સાઈ અને ટોપિયોરી પ્લાન્ટનું પ્રદર્શન અહીં યોજાશે.
3 / 5
જાપાનીઝ ઝેન ગાર્ડનની થીમ પર દેશમાં પ્રથમ વખત બોનસાઇ વૃક્ષોનું આ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. નોંધનીય બાબત એ છે કે બોનસાઇ વૃક્ષો ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યા છે.
4 / 5
અહીં પ્રદર્શનમાં ઓલિવ, વડ, પીપળ, એડેનિયમ, લેગોસ્ટ્રોમીયા, ખાટી આંબલી, ફ્રૂટ ટ્રી વામન સ્વરૂપમાં જોવા મળશે. જેની કિંમત 15 હજારથી લઈ 5 લાખ રૂપિયા સુધીની હશે.
5 / 5
બોનસાઈનો અર્થ જાપાનીઝમાં “વામન છોડ” થાય છે. તે એક જાપાની કળા દ્વારા નાના કદના પરંતુ આકર્ષક દેખાવ આપવાની તકનીક છે. આ લઘુચિત્ર છોડ કુંડામાં ઉગાડી શકાય છે. આ કળામાં છોડને સુંદર આકાર આપવો, પાણી આપવાની વિશેષ પદ્ધતિઓ અને તેને એક વાસણમાંથી બહાર કાઢી બીજા વાસણમાં રોપવાની પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
Published On - 9:08 pm, Sun, 3 March 24