
આ શેર શેરધારકોને કોઈ વધારાના ખર્ચ વિના જાહેર કરવામાં આવે છે અને તેથી તેને ફ્રી શેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અમે તમને જણાવી દઈએ કે માત્ર તે જ રોકાણકારો બોનસ શેર માટે પાત્ર હશે, જેઓ એક્સ-ડેટ પહેલા સ્ટોક ખરીદે છે.

જો કોઈ રોકાણકાર એક્સ-ડેટ પર અથવા તેના પછી શેર ખરીદે છે, તો તે બોનસ શેર મેળવવા માટે પાત્ર રહેશે નહીં.

એક એક્સચેન્જ ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે, કંપનીના ઇક્વિટી શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. કંપની બોર્ડે નોંધાયેલ શેર મૂડી વર્તમાન 65 કરોડ રૂપિયાથી વધારીને 100 કરોડ રૂપિયા કરવાની મંજૂરી આપી છે.

મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડનો શેર શુક્રવારે NSE પર 1.76% વધીને 618 રૂપિયા પર બંધ થયો હતો. વર્તમાન સ્તરે કંપનીનું માર્કેટ કેપ 2,074 કરોડ રૂપિયા છે. સ્ટોક 2024માં અત્યાર સુધીમાં 40%થી વધુ અને છેલ્લા 12 મહિનામાં 90% ઉપર છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.