
અમરકંટક પાવર લિમિટેડ દેવામાં દબાયેલી કંપની છે. ઘણી કંપનીઓ લેન્કો અમરકંટક પાવર ખરીદવામાં રસ ધરાવતી હતી. દક્ષિણ ભારતીય બજારમાં કાર્યરત લેન્કો અમરકંટકમાં સક્રિય પાવર પ્લાન્ટ છે, જેના કારણે ઘણી દિગ્ગજ કંપનીઓ હરાજી પ્રક્રિયામાં રસ દાખવી રહી હતી. અદાણી ઉપરાંત વેદાંતના અનિલ અગ્રવાલ, મુકેશ અંબાણી અને નવીન જિંદાલે પણ કંપનીમાં રસ દાખવ્યો હતો.

અદાણી ગ્રુપે ગત વર્ષે નવેમ્બરમાં પહેલા 3,650 કરોડ રુપિયાની ઓફર કરી હતી, તે પછી અદાણીએ તેની ઓફરમાં સુધારો કર્યો હતો અને ડિસેમ્બરમાં તેને વધારીને 4,101 કરોડ રુપિયા કરી હતી. નવીન જિંદાલની કંપની જિંદાલ પાવરે 12 જાન્યુઆરીએ પ્રક્રિયામાં રસ દર્શાવીને અરજી કરી હતી. જિંદાલ પાવરે 16 જાન્યુઆરીએ 100 કરોડની બેન્ક ગેરંટી સાથે 4,203 કરોડની ઓફર રજૂ કરી હતી, પરંતુ બાદમાં કંપનીએ તેની બિડ પાછી ખેંચી લીધી હતી.

આ સમાચાર સામે આવ્યા પછી NSE પર અદાણી પાવરનો શેર 0.89% વધીને ₹564.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક 8% વધ્યો છે.