
જો આપણે અદાણી ગ્રુપના એકંદર માર્કેટ કેપ પર નજર કરીએ તો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. એક દિવસ પહેલા અદાણી ગ્રુપનું માર્કેટ કેપ રૂપિયા 15,78,346.79 થયું હતું. જે બાદ ગ્રુપની તમામ 10 કંપનીઓની કુલ માર્કેટ કેપ 18,37,837.05 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. મતલબ કે અદાણીના માર્કેટ કેપમાં રૂપિયા 2,59,490.26 કરોડનો વધારો થયો છે.

એક દિવસ પહેલા અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં રૂપિયા 3,64,366.12 કરોડનો ઘટાડો નોંધાયો હતો.મંગળવારના ઘટાડાથી રિકવર થતા BSE નો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 2,303.19 પોઈન્ટ ઉછળીને 74,382.24 ના સ્તર પર બંધ થયા છે.

ટ્રેડિંગ દરમિયાન તે 2,455.77 પોઈન્ટ વધીને 74,534.82 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જો કે ભાજપ લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવી શક્યું ન હતું, પરંતુ પાર્ટીના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 543માંથી 293 બેઠકો મળી હતી. નીચલા ગૃહમાં બહુમતીનો આંકડો 272 છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
Published On - 11:21 pm, Wed, 5 June 24