અદાણી ડિફેન્સે હથિયાર અને મિસાઈલ ઉત્પાદનની ફેક્ટરી શરૂ કરી, ગૌતમ અદાણીની આ કંપનીમાં રોકાણ કરશો તો મળશે મલ્ટીબેગર રિટર્ન!

|

Feb 27, 2024 | 7:36 PM

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં દારૂગોળો અને મિસાઈલ બનાવવા માટેની બે મેગા સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 500 એકરમાં ફેલાયેલું કોમ્પ્લેક્સ દક્ષિણ એશિયામાં સૌથી મોટું હશે.

1 / 5

2 / 5
આ કાર્યક્રમમાં અદાણી પોર્ટ SEZના એમડી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટની અસર માત્ર સંરક્ષણ પુરતી મર્યાદિત નથી પરંતુ તેનાથી ઘણી આગળ જશે. તેની શરૂઆત 1500 કરોડ રૂપિયાના રોકાણથી થઈ રહી છે, જેને આગામી 5 વર્ષમાં વધારીને 3000 કરોડ રૂપિયા કરવામાં આવશે.

3 / 5
કરણ અદાણીએ આગળ જણાવ્યું કે, આ સંકુલ સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો અને પોલીસ માટે ઉચ્ચ ગુણવત્તાના નાના, મધ્યમ અને મોટા કેલિબરના દારૂગોળાનું ઉત્પાદન કરશે. તેમણે કહ્યું કે આ સુવિધાએ નાના કેલિબરના દારૂગોળાનું ઉત્પાદન શરૂ કર્યું છે, જે ભારતની વાર્ષિક જરૂરિયાતના 25 ટકાને પૂર્ણ કરશે.

4 / 5
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપની શેરબજારમાં લિસ્ટેડ નથી. તેની પેરેન્ટ કંપની અદાણી પોર્ટ SEZ છે. આવનારા સમયમાં અદાણી પોર્ટમાંથી અદાણી ડિફેન્સનું ડીમર્જર થઈ શકે છે. તેથી જો અત્યારે ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ SEZ ના શેરમાં રોકાણ કરવામાં આવે તો ભવિષ્યમાં મલ્ટીબેગર રિટર્ન મળી શકે છે.

5 / 5
અદાણી પોર્ટ SEZમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 65.9 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 7.39 ટકા છે. કંપનીમાં કુલ 9,70,247 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 2,87,019 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 50,060 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 8,803 કરોડ રૂપિયા છે. RSI 68.9 છે અને સેલ્સ 25,611 કરોડ રૂપિયા છે. કંપનીએ ત્રણ મહિનામાં 59.1 ટકા, છ મહિનામાં 67.8 ટકા અને એક વર્ષમાં 137 ટકા રિટર્ન આપ્યું છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Next Photo Gallery