
બોલિવૂડ અભિનેતા સંજય કપૂરની દીકરી શનાયા કપૂર બાંદ્રામાં અનેક વખત જોવા મળે છે. શનાયા ઘણીવાર તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક્સ માટે ચર્ચામાં રહે છે. હાલમાં બહેન અંશૂલા કપૂરના લગ્નમાં શનાયા સુંદર લાગી રહી હતી.

શનાયા કપૂરનો જન્મ 3 નવેમ્બર 1999ના રોજ મુંબઈમાં થયો છે. તે એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે. જે મુખ્યત્વે હિન્દી સિનેમામાં કામ કરે છે. તે કપૂર પરિવારની લાડલી છે. તેના પિતા અભિનેતા સંજય કપૂર છે અને તેની માતા મહિપ કપૂર છે.

કાકા,કાકી, પિતરાઈ ભાઈ-બહેન બોલિવુડ સ્ટાર આવો છે શનાયા કપૂરનો પરિવાર જુઓ

શનાયા કપૂરે પોતાનું શાળાકીય શિક્ષણ મુંબઈની ઇકોલ મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. તેના કાકા અભિનેતા અનિલ કપૂર અને ફિલ્મ નિર્માતા બોની કપૂર છે.

શનાયાએ 2020માં આવેલી ફિલ્મ ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ માં સહાયક દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.અભિનયમાં પ્રવેશ કરતા પહેલા, તેમણે અનેક બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કર્યું હતું અનેભારતીય ડિઝાઇનર્સ માટે રેમ્પ વોક કર્યું હતું.

તે નેટફ્લિક્સ રિયાલિટી વેબ સીરિઝ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઇવ્સ (2021) માં પણ ઓન-સ્ક્રીન જોવા મળી હતી. શનાયાએ 2026માં વિક્રાંત મેસી સાથે ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાં સાથે હિન્દી ફિલ્મ અભિનયમાં પ્રવેશ કર્યો હતો.

શનાયા કપૂર બોલિવૂડના સૌથી ફેમસ કપૂર પરિવારમાંથી છે. તેના પિતાનું નામ સંજય કપૂર છે, જે હિન્દી સિનેમાના સૌથી પ્રખ્યાત કલાકારોમાંના એક છે. તેની માતા મહિપ કપૂર, એક જ્વેલરી ડિઝાઇનર છે.

શનાયા કપૂર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બોની કપૂર અને અભિનેતા અનિલ કપૂરની ભત્રીજી પણ છે.

તેનો એક નાનો ભાઈ પણ છે જેનું નામ જહાન કપૂર છે. અંશૂલા કપૂર અને અર્જુન કપૂર પણ તેના કાકાના બાળકો છે.

શનાયા કપૂર પણ હવે ફેશન જગતમાં એક જાણીતું નામ બની ગઈ છે.

તેમણે ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વોક કર્યું છે અને ડોટ એન્ડ કી સ્કિનકેર, મેડમ ફ્રેગ્રેન્સ, મિરાગિયો અને નેચુરલી સહિત અનેક મોટી કંપનીઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર છે.
Published On - 7:04 am, Fri, 10 July 26