Stock Market : મંગળવારે બજાર ખુલતાની સાથે જ 3800 કરોડ રૂપિયાની મોટી ‘બ્લોક ડીલ’ થશે, 3.7 કરોડ શેર્સ વેચાશે એ પણ એક જ વારમાં

4 ઓગસ્ટના રોજ શેરબજારમાં 'ગિફ્ટ નિફ્ટી'થી પોઝિટિવ સંકેત જોવા મળ્યા પરંતુ ગ્લોબલ માર્કેટથી અપેક્ષા મુજબનું પ્રદર્શન જોવા ન મળ્યું. જો કે, બીજા ટ્રેડિંગ સત્રમાં શેરબજારમાં મોટી બ્લોક ડીલ થવાની છે તેવા સમાચાર બહાર આવ્યા છે.

| Updated on: Aug 04, 2025 | 8:05 PM
1 / 7
અઠવાડિયાના બીજા ટ્રેડિંગ સત્રમાં શેરબજારમાં મોટી બ્લોક ડીલ થવાની શક્યતા છે. આ ડીલ થકી એક જ વારમાં 3.7 કરોડ શેર્સ વેચાશે. ટૂંકમાં આ બ્લોક ડીલની અસર મંગળવારના દિવસે એટલે કે 5 ઓગસ્ટના રોજ શેરબજારમાં જોવા મળશે તેવી સંભાવના છે.

2 / 7
મીડિયા રિપોર્ટસ અનુસાર, શેરબજારમાં આવતીકાલે એટલે કે મંગળવાર, 5 ઓગસ્ટના રોજ બજાર ખુલતાની સાથે જ એક મોટી બ્લોક ડીલ થશે. વિજય શેખર શર્માની કંપની Paytm (One97 Communications) માં આવતીકાલે એક બ્લોક ડીલ થશે, જેમાં વિદેશી રોકાણકાર પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી શકશે.

3 / 7
આ બ્લોક ડીલ પહેલા સોમવાર, 4 ઓગસ્ટના રોજ 'Paytm' નો સ્ટોક 0.33% ના વધારા સાથે રૂ. 1,079.90 પર બંધ થયો હતો. છેલ્લા 1 મહિનામાં આ સ્ટોકમાં 16% અને 6 મહિનામાં 38% નો વધારો જોવા મળ્યો છે.

4 / 7
અલીબાબા ગ્રુપનું 'એન્ટફિન' (નેધરલેન્ડ) આ કંપનીમાં તેનો કુલ હિસ્સો એટલે કે '5.84% ઇક્વિટી' બ્લોક ડીલ દ્વારા વેચશે. આ માટે બ્લોક ડીલ રૂ. 1,020 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જે સોમવારના બંધ ભાવથી 5.5% ડિસ્કાઉન્ટ પર છે. આ ડીલની સાઇઝ રૂ. 3,800 કરોડ થવાની સંભાવના છે. Citi આ ડીલ માટે બ્રોકરની ભૂમિકા ભજવી શકે છે.

5 / 7
30 જૂનના શેરહોલ્ડિંગ મુજબ, એન્ટફિન (નેધરલેન્ડ) પાસે આ કંપનીમાં કુલ 3,72,87,726 ઇક્વિટી શેર છે. 'Paytm'એ ગયા અઠવાડિયે 22 જુલાઈના રોજ તેના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલ-જૂન) ના પરિણામો જાહેર કર્યા.

6 / 7
પ્રથમ ક્વાર્ટરમાં, વાર્ષિક ધોરણે રૂ. 839 કરોડના નુકસાનની સામે રૂ. 122.5 કરોડનો નફો થયો છે. આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક રૂ. 1,501.6 કરોડથી 27.7% વધીને રૂ. 1,917.5 કરોડ થઈ છે.

7 / 7
EBITDA ખોટ રૂ. 793 કરોડ હતી, જેના પરિણામે હવે રૂ. 71.5 કરોડનો EBITDA નફો થયો છે. આ સમયગાળા દરમિયાન, કંપનીનું માર્જિન 3.7% જેટલું હતું.

Published On - 7:53 pm, Mon, 4 August 25