
શેરબજારની હાલમાં જ અનેક અગ્રણી કંપનીઓએ પોતાના પ્રથમ ત્રિમાસિક (Q1 FY27) ના પરિણામો જાહેર કર્યા છે. મોટાભાગની કંપનીઓનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે. ઓટોમોબાઈલ, હેલ્થકેર, રિયલ એસ્ટેટ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ જેવા અલગ-અલગ સેક્ટર્સની કંપનીઓએ પોતાની આવક અને નફામાં સારો એવો વધારો નોંધાવ્યો છે.

કોસ્ટનું દબાણ હોવા છતાં કંપનીઓએ પોતાના ઉત્પાદનોના સારા વેચાણ અને શ્રેષ્ઠ મેનેજમેન્ટ દ્વારા પોતાના નફાના માર્જિનને સુરક્ષિત રાખ્યા છે. ઘણી કંપનીઓ પોતાના વ્યાપારનો વિસ્તાર કરી રહી છે, નવા પ્રોજેક્ટ્સ ઉમેરી રહી છે અને પોતાના દેવાને ઓછું કરવા પર ધ્યાન આપી રહી છે. આ આધારે મોતીલાલ ઓસ્વાલની રિસર્ચ ટીમે પસંદગીની કંપનીઓના પ્રદર્શન, તેમના ભવિષ્યના અંદાજોને લઈને એનાલિસિસ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ સાથે જ Buy રેટિંગ સાથે 15 ટકાથી 41 ટકા સુધીના અપસાઇડ ટાર્ગેટનો અંદાજ લગાવ્યો છે.

LG Electronics Share Price Target: કંપનીએ આ ત્રિમાસિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની રેવેન્યુ 15 ટકા વધીને 72.3 અબજ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે નફો 27 ટકા વધ્યો છે. કંપનીના પ્રીમિયમ ઉત્પાદનો જેવા કે, સ્માર્ટ ટીવી અને સારા ફ્રિજનું વેચાણ વધવાથી તેના નફાના માર્જિનમાં પણ ઘણો સુધારો થયો છે. મેનેજમેન્ટને આગળ પણ સારી માંગની આશા છે. આ શેરને Buy રેટિંગ આપવામાં આવ્યું છે અને ભવિષ્ય માટે તેનો ટાર્ગેટ કરન્ટ માર્કેટ પ્રાઇસથી 16 ટકા અપસાઇડની આશા સાથે 2000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

Ashok Leyland Share Price Target: કાચા માલની પડતર વધવાના દબાણ છતાં, આ ઓટો કંપનીનો આઉટલુક ખૂબ મજબૂત છે. કંપનીનો નફો અંદાજો કરતાં 12 ટકા વધુ રહ્યો છે. કોમર્શિયલ વાહનો (CV) ની બજારમાં માંગ અપેક્ષા કરતાં વધુ સારી ચાલી રહી છે. કંપની હવે માત્ર ટ્રકો પર નિર્ભર ન રહીને અન્ય સેગમેન્ટ પર પણ ફોકસ કરી રહી છે. આ Stock ને Buy રેટિંગ આપવામાં આવ્યું છે અને 15 ટકા અપસાઇડના અંદાજ સાથે કરન્ટ માર્કેટ પ્રાઇસથી 198 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

Max Healthcare Share Price Target: ખર્ચ વધવા છતાં મેક્સ હેલ્થકેરે સારી ગ્રોથ નોંધાવી છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધવાથી આવકમાં તો વધારો થયો છે પરંતુ ઇન્ટરેસ્ટ અને ડેપ્રિશિયેશનના કારણે નફો અંદાજ કરતાં થોડો ઓછો રહ્યો. જો કે, હોસ્પિટલોમાં બેડ ફુલ થવાનો દર હજુ પણ 75 ટકા બનેલો છે. કંપની આવનારા વર્ષોમાં 2800 નવા બેડ ઉમેરવા જઈ રહી છે. લાંબા સમયની ગ્રોથને જોતાં આને 40 ટકા અપસાઇડ અંદાજ પર 1410 રૂપિયાના ટાર્ગેટ સાથે Buy રેટિંગ મળ્યું છે.

IPCA Lab Share Price Target: આ ફાર્મા કંપનીએ દરેક મોરચે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની આવક, એબિટા (EBITDA) અને નફાએ બજારના તમામ અંદાજોને પાછળ છોડી દીધા છે. કંપનીનું એક્સપોર્ટ ખૂબ ઝડપથી વધ્યું છે અને ઘરેલું બજારમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું છે. સારા કામકાજ અને મજબૂત માંગના કારણે આને 19 ટકા અપસાઇડ અંદાજ પર 2,060 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે Buy રેટિંગ આપવામાં આવ્યું છે.

Endurance Tech Share Price Target: આ ઓટો પાર્ટ્સ બનાવતી કંપનીની આવકમાં જોરદાર વધારો થયો છે. જો કે, યુરોપના કારોબારમાં વધુ ડેપ્રિશિયેશનના કારણે નફો અપેક્ષા કરતાં થોડો ઓછો રહ્યો. કંપની પાસે હાલ સારા ઓર્ડર છે. આશા છે કે, આ કંપની પૂરી ઇન્ડસ્ટ્રીની સરખામણીએ સારું પ્રદર્શન કરશે. આને 16 ટકા અપસાઇડ અંદાજ પર 3,350 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે Buy ની સલાહ આપવામાં આવી છે.

AB Real Estate Share Price Target: નવા પ્રોજેક્ટ્સ જેવા કે, વાશી પ્રોજેક્ટ ઉમેરાવાથી આ કંપનીની ગ્રોથ ખૂબ સારી દેખાઈ રહી છે. કંપનીએ પોતાનું પેપર ડિવિઝન વેચી દીધું છે, જેનાથી તેમનું દેવું ઓછું થશે અને હવે તેમનું પૂરૂં ફોકસ રિયલ એસ્ટેટ પર રહેશે. કંપની પોતાના એન્યુઇટી વાળા કોમર્શિયલ પ્રોજેક્ટ્સને પણ વધારી રહી છે, જેનાથી તેમને સતત ફિક્સ્ડ ઇન્કમ આવતી રહેશે. તેનો ટાર્ગેટ પ્રાઇસ 1,960 રૂપિયા છે અને આને 40 ટકા નફાની આશા સાથે Buy રેટિંગ મળ્યું છે.

Fujiyama Power Share Price Target: આ કંપનીએ આ ત્રિમાસિકમાં જબરદસ્ત ગ્રોથ બતાવી છે. તેનો ઓપરેટિંગ નફો (EBITDA) ગયા વર્ષની સરખામણીએ બમણા કરતાં પણ વધુ (2.4x) થઈ ગયો છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અને નવા રાજ્યો ઓડિશા અને ઉત્તરાખંડમાં કારોબારના વિસ્તારથી સોલર ઉત્પાદનોની ભારે માંગ રહી છે. કંપનીના સારા કામકાજ અને સોલરની ભારે માંગને જોતાં આને 600 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપવામાં આવ્યો છે અને 41 ટકા અપસાઇડ આશા સાથે Buy રેટિંગ આપવામાં આવ્યું છે.