
ટ્રિગર SIP : આ SIP બજાર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. રોકાણકારો ટ્રિગર્સ સેટ કરી શકે છે, જેમ કે બજાર 5% ઘટે ત્યારે રોકાણ શરૂ કરવું. જોકે, આ વિકલ્પનો લાભ લેવા માટે બજારની ઊંડી સમજ હોવી જરૂરી છે. તે અનુભવી રોકાણકારો માટે યોગ્ય છે.

ફ્લેક્સી SIP : આ SIP માં રોકાણકારો બજારની સ્થિતિ અનુસાર તેમના રોકાણની રકમમાં ફેરફાર કરી શકે છે. જ્યારે બજાર ઊંચું હોય છે, ત્યારે રોકાણકારો ઓછી રકમનું રોકાણ કરી શકે છે અને જ્યારે બજાર નીચે હોય છે, ત્યારે તેઓ મોટી રકમનું રોકાણ કરી શકે છે. આ વિકલ્પ એવા રોકાણકારો માટે યોગ્ય છે જે બજારના વધઘટ પર નજર રાખે છે.

ઇન્સ્યોરન્સ SIP : આ SIP મ્યુચ્યુઅલ ફંડ રોકાણની સાથે રોકાણકારોને વીમા કવચ પણ પૂરું પાડે છે. તેમાં રોકાણકારોને ટર્મ ઇન્શ્યોરન્સ મળે છે, જે SIPની પહેલી રકમના 10 ગણા સુધી હોઈ શકે છે. તે રોકાણ તેમજ સુરક્ષા પૂરી પાડે છે.

Perpetual SIP : આ SIP માં રોકાણનો સમયગાળો નિશ્ચિત નથી. રોકાણકારો ઇચ્છે ત્યાં સુધી આ ચાલુ રાખી શકે છે. તે લાંબા ગાળાના રોકાણ માટે યોગ્ય છે અને ચક્રવૃદ્ધિનો મહત્તમ લાભ આપે છે. (નોંધ : SIP મ્યુચ્યુઅલ ફંડ એ શેર બજારને આધિન છે. તેમાં રોકાણ કરતા પહેલા નાણાંકીય નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી.)